ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લેખિકા કાજલ ઓઝા વૈદ્ય બન્યાં સ્નેચિંગનો ભોગ, ઘડિયાળ-મોબાઇલ સહિત લાખોનો મુદ્દામાલ લૂંટાયો
Last Updated: 11:22 PM, 5 August 2026
ADVERTISEMENT
જાણીતાં લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય પર્સ સ્નેચિંગનો ભોગ બન્યાં છે. આ બનાવ અંગે તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરુ કરી છે.
ADVERTISEMENT
ફરિયાદ મુજબ કાજલ ઓઝા વૈદ્ય મુંબઈના દાદર રેલવે સ્ટેશનેથી ગુજરાત મેલ ટ્રેનમાં અમદાવાદ આવ્યાં હતાં. વહેલી સવારે તેઓ મણિનગર રેલવે સ્ટેશન પર ઊતર્યા બાદ રિક્ષામાં પોતાના ઘરે જવા માટે નીકળ્યાં હતાં. સવારે અંદાજે સવા પાંચ વાગ્યાના સમયે રિક્ષા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી ભુલાભાઈ ચાર રસ્તા તરફ જઈ રહી હતી તે દરમિયાન રસ્તા પર આવેલા બમ્પરના કારણે રિક્ષાની ગતિ ધીમી પડી હતી. આ તકનો લાભ લઈ બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ રિક્ષાની બાજુમાં આવી પહોંચ્યા હતા અને પળવારમાં કાજલ ઓઝા વૈદ્યનું લૂઈ વિત્તો કંપનીનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો- ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, આવતીકાલથી અમલમાં આવશે નિર્ણય
ADVERTISEMENT
બનાવ એટલો ઝડપથી બન્યો હતો કે તેઓ કે રિક્ષાચાલક કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ બંને શખ્સો આંખ સામે ઓઝલ થઇ ગયા હતા. ચોરી થયેલા પર્સમાં રેમન્ડ વેલ કંપનીની કિમતી ઘડિયાળ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સહિતનો આશરે 1 લાખથી વધુનો મુદ્દામાલ હતો. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT