બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, આવતીકાલથી અમલમાં આવશે નિર્ણય
Last Updated: 10:08 PM, 5 August 2026
ગુજરાત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એનાલોગ ડેરી ઉત્પાદનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આવતીકાલથી એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ અમલમાં આવશે. સરકાર દ્વારા એનાલોગ ચીઝ અને એનાલોગ બટર સહિતના આવા ઉત્પાદનો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
એનાલોગ પનીર એ અસલી દૂધનું પનીર નથી, પણ દેખાવ અને સ્વાદમાં પનીર જેવું જ લાગતું એક કૃત્રિમ ઉત્પાદન છે. તે દૂધની ચરબી કાઢીને કે વગર દૂધે પામ ઓઈલ, વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને કેમિકલ્સ ભેળવીને બનાવવામાં આવે છે.
ADVERTISEMENT
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમિત ટેસ્ટિંગ અને મળતી બાતમીના આધારે તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ એનાલોગ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું કે એનાલોગ પનીર શુદ્ધ દૂધમાંથી બનતું પરંપરાગત પનીર નથી. તેમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અથવા અન્ય ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેને શુદ્ધ પનીર ગણાવી શકાય નહીં.
આ પણ વાંચો- ભારતથી શેખ હસીનાનું પ્રથમ LIVE સંબોધન, 'આ એ બાંગ્લાદેશ નથી જેના માટે 30 લાખ લોકોએ બલિદાન આપ્યું હતું'
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આવતીકાલથી એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાગુ થશે અને નિયમોના ભંગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.