ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ભારતથી શેખ હસીનાનું પ્રથમ LIVE સંબોધન, 'આ એ બાંગ્લાદેશ નથી જેના માટે 30 લાખ લોકોએ બલિદાન આપ્યું હતું'
Last Updated: 08:20 PM, 5 August 2026
ADVERTISEMENT
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દિલ્હીથી લોકોને સંબોધિત કર્યા. વર્ચ્યુઅલ માધ્યમથી યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં શેખ હસીનાએ પોતાની સ્ક્રીન બંધ રાખી હતી. માનવામાં આવી રહ્યું છે કે લોકેશન સાર્જનિક થવાના ડરથી તેમણે આવું કર્યું. પોતાના સંબોધનમાં રડતા-રડતા તેમણે કહ્યું, "હું એવી વ્યક્તિ તરીકે વાત કરી રહી છું, જેણે પોતાનું આખું જીવન બાંગ્લાદેશના લોકો સાથે વિતાવ્યું છે અને જેને પોતાનો દેશ છોડીને દૂર જવા મજબૂર કરવામાં આવી."
ADVERTISEMENT
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાંથી પોતાના પ્રથમ LIVE સંબોધનમાં જુલાઈ-ઓગસ્ટ 2024ના આંદોલનને લઈને અનેક મોટા દાવા કર્યા હતા. તેમણે કહ્યું કે આ વિરોધ પ્રદર્શન અચાનક શરૂ થયું નહોતું, પરંતુ તે સુનિયોજિત અને પૂર્વનિયોજિત રીતે ચલાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
શેખ હસીનાના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પણ સ્વીકાર્યું હતું કે આ એક સુનિયોજિત આંદોલન હતું, જેની પાછળ એક 'માસ્ટરમાઇન્ડ' કાર્યરત હતો. તેમણે કહ્યું કે આ માત્ર વિદ્યાર્થીઓનો સ્વયંસ્ફૂર્ત વિરોધ નહોતો, પરંતુ તેની પાછળ કોઈ સ્પષ્ટ જાહેર નેતૃત્વ નહોતું અને તમામ સૂચનાઓ પડદા પાછળથી આપવામાં આવતી હતી. તેમના મતે, આ સમગ્ર આંદોલનનું આયોજન સત્તા સુધી પહોંચવા માટે ચૂંટણી પ્રક્રિયાની બહારનો માર્ગ તૈયાર કરવા માટે કરવામાં આવ્યું હતું.
શેખ હસીનાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી તેઓ પોતાના પ્રિય બાંગ્લાદેશને મુશ્કેલીઓમાંથી પસાર થતું જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, "આ તે બાંગ્લાદેશ નથી, જેને અમે બનાવ્યું હતું અને જેના માટે 1971ના મુક્તિ સંગ્રામમાં 30 લાખ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું."
ADVERTISEMENT
આ પાણ વાંચો- રામલલાની આરતીમાં હવે મળશે તત્કાલ એન્ટ્રી, ઘરે બેઠા તત્કાલ પાસ કઈ રીતે બુક થાય? જાણો ટાઈમિંગ અને પ્રોસેસ
તેમણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન શરૂ થયેલા વિરોધ પ્રદર્શનને લઈને તેમની સરકારે શરૂઆતથી જ વાતચીત, કાયદાકીય પ્રક્રિયા અને ધીરજ દ્વારા સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના આરોપ મુજબ કેટલાક સંગઠિત જૂથોએ વિદ્યાર્થીઓની માંગણીઓને હિંસક રાજકીય હથિયારમાં ફેરવી દીધી હતી.
ADVERTISEMENT
આ પહેલાં શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે પણ આંદોલન દરમિયાન થયેલા મોતના આંકડાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલમાં 1,400 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશ સરકારના જણાવ્યા મુજબ આ સંખ્યા આશરે 800 છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT