ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડ્રીલ મશીનથી વિદ્યાર્થીને પ્રતાડિત કરનાર શિક્ષક સામે કાર્યવાહી, શિક્ષણ વિભાગે નિષ્ઠુર શિક્ષકને સસ્પેન્ડ કર્યો
Last Updated: 10:11 AM, 28 September 2026
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં બ્રાન્ચ શાળા નં. 5માં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાના મામલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકના નિવેદનો લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ બાદ સંબંધિત શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો મુજબ, વર્ગખંડમાં તોફાન કરવા બાબતે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શિક્ષકે બાળકને ડ્રિલ મશીનથી માર માર્યો હતો. આ આક્ષેપોને પગલે શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન વિદ્યાર્થી અને તેના વાલીના નિવેદનો લેવામાં આવ્યા હતા. નિવેદનમાં બાળકને માર મારવામાં આવ્યો હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું. સાથે જ વર્ગખંડમાં તોફાન કરવાના કારણે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાનું પણ જણાવાયું હતું.
ADVERTISEMENT
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલમાં શિક્ષકે વીટીથી બાળકને મુક્કો માર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસના આધારે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીને માર મારવો નિયમોની વિરુદ્ધ છે.
આ પણ વાંચોઃ ટેક્સી યુનિયનની ફરિયાદ બાદ ઉબેર, ઓલા અને રેપિડો પ્રતિનિધિઓને ટ્રાન્સપોર્ટ કમિશનરની બેઠકમાં બોલાવાયા
ADVERTISEMENT
આ મામલે શિક્ષણ વિભાગે સંબંધિત શિક્ષક સામે શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરી શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. ઘટનાને પગલે શાળામાં વિદ્યાર્થીઓ સાથે શિસ્ત જાળવવા માટે મારપીટનો સહારો ન લેવા અંગે પણ શિક્ષણ વિભાગ દ્વારા નિયમોનું પાલન કરાવવા પર ભાર મૂકાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT