ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ટેક્સી યુનિયનની ફરિયાદ બાદ ઉબેર, ઓલા અને રેપિડો પ્રતિનિધિઓને ટ્રાન્સપોર્ટ કમિશનરની બેઠકમાં બોલાવાયા
Last Updated: 08:48 AM, 28 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં એપ આધારિત કેબ સેવાને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ટેક્સી ડ્રાઈવર યુનિયને અનેક મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કર્યા બાદ ગુજરાત ટ્રાન્સપોર્ટ કમિશનરે સોમવારે એપ આધારિત કેબ એગ્રીગેટર્સના પ્રતિનિધિઓને બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક ગાંધીનગરમાં યોજાવાની છે. બેઠકમાં ઉબેર, ઓલા અને રેપિડોના પ્રતિનિધિઓ હાજર રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એગ્રીગેટર કંપનીઓના પ્રતિનિધિઓને ડ્રાઈવર યુનિયન દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદો અંગે સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને તાજેતરની હડતાળ બાદ એપ આધારિત કેબ સેવાઓ કેવી રીતે કાર્યરત છે અને હાલમાં ડ્રાઈવરો તથા કંપનીઓ વચ્ચે શું સ્થિતિ છે તે અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. યુનિયન દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ડ્રાઈવર યુનિયન અને કેબ એગ્રીગેટર્સ વચ્ચેના વિવાદની અસર હવે મુસાફરોને પણ ભોગવવી પડી રહી છે. મુસાફરો દ્વારા વારંવાર રાઇડ કેન્સલ થવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉબેર, ઓલા અને રેપિડો જેવી એપ પર કેબ શોધવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી હોવાની ફરિયાદો સામે આવી છે.
ADVERTISEMENT
કેટલાક મુસાફરોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ડ્રાઈવરોએ તેમને બુકિંગ કેન્સલ કરવા માટે કહ્યું હતું. કેટલાક કિસ્સામાં મુસાફરોને ભારત ટેક્સી પર સ્વિચ કરવા અથવા એપ્લિકેશન વિના મુસાફરી કરવા માટે કહેવામાં આવ્યું હોવાના આરોપો પણ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે પણ ડ્રાઈવરોને સલાહ આપી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, પોલીસે ડ્રાઈવરોને મુસાફરો પર પ્લેટફોર્મ બદલવા માટે દબાણ ન કરવાની સલાહ આપી છે. એટલે કે મુસાફરોને પોતાની પસંદગીની કેબ સેવા પસંદ કરવામાં કોઈ પ્રકારનું દબાણ ન આવે તે અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ટેક્સી ડ્રાઈવર યુનિયને રાજ્ય સરકાર અને પરિવહન અધિકારીઓને વિગતવાર રજૂઆત પણ સોંપી હતી. યુનિયને એગ્રીગેટર કંપનીઓ દ્વારા કથિત રીતે કરવામાં આવતા ઉલ્લંઘનો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. યુનિયનની મુખ્ય માંગણીઓમાં એગ્રીગેટર લાઇસન્સ, વાહન પરમિટ અને ડ્રાઇવર ઓળખપત્રોની ચકાસણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કથિત ડુપ્લિકેટ અથવા નકલી ડ્રાઇવર ID અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. યુનિયને કેબ સેવામાં લાગતા ભાડા અને કમિશનનું માળખું તેમજ મુસાફરો અને ડ્રાઇવરો માટેની ફરિયાદ પદ્ધતિઓની પણ તપાસ કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
યુનિયને માત્ર ફરિયાદોની તપાસની જ માંગ કરી નથી, પરંતુ છેલ્લા 12 મહિનાના ટ્રિપ-વાઇઝ ડેટનું સ્વતંત્ર ઓડિટ કરવાની પણ માંગ કરી છે. આ ઓડિટમાં દરેક ટ્રિપનું ભાડું, ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ચુકવણી, ડ્રાઇવરને કરવામાં આવેલી ચુકવણી, કંપની દ્વારા લેવામાં આવતું કમિશન, પ્લેટફોર્મ ફી, રદ કરવાના ચાર્જ, ડ્રાઇવરોને આપવામાં આવતા પ્રોત્સાહનો અને અન્ય કપાતનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે.
હવે ગાંધીનગરમાં યોજાનારી બેઠકમાં કેબ એગ્રીગેટર્સના પ્રતિનિધિઓ યુનિયન દ્વારા ઉઠાવવામાં આવેલા આ તમામ મુદ્દાઓ અંગે શું સ્પષ્ટતા કરે છે તેના પર નજર રહેશે. ખાસ કરીને હડતાળ બાદ કેબ સેવા કેવી રીતે ચાલી રહી છે, મુસાફરોની ફરિયાદોનું કારણ શું છે અને ભાડા-કમિશન સહિતના મુદ્દાઓ અંગે કંપનીઓનું શું કહેવું છે તે બેઠક બાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT