બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રિટાયરમેન્ટ બાદ અજિંક્ય રહાણેની નવી ઇનિંગ્સ! યુરોપિયન T20 લીગમાં આ ટીમ સાથે કરશે ડેબ્યૂ ?
5 ફોટો ગેલેરી
Last Updated: 03:57 PM, 7 August 2026
1/5
ઇન્ટરનેશનલ અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવા છતાં અજિંક્ય રહાણેની બેટ શાંત નહીં પડે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન હવે વિદેશી ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં એક નવી પારી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. 'ક્રિકબઝ' ના અહેવાલ મુજબ, રહાણે પ્રથમ યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) માં રમશે. 'એમ્સ્ટરડેમ ફ્લેમ્સ' ટીમે ટુર્નામેન્ટની શરૂઆતની સીઝન માટે તેમને પોતાના 'માર્કી પ્લેયર' બન્યા છે. 30 જુલાઈએ, 38 વર્ષીય અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય અને ભારતીય સ્થાનિક ક્રિકેટ એમ બંનેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ નિર્ણય બાદ, BCCI ના નિયમો હેઠળ તે વિદેશી ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા માટે પાત્ર બન્યા. હવે, યુરોપિયન T20 પ્રીમિયર લીગ તેમની કરિયરના એક નવા અધ્યાયની શરૂઆત કરશે.
2/5
યુરોપિયન T20 પ્રીમિયર લીગને ICC તરફથી મંજૂરી મળી ગઈ છે. તેનું આયોજન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝનમાં છ ટીમો ભાગ લેશે અને તે 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેની મેચો ધ હેગ અને ડબલિનમાં રમાશે. રહાણે 'એમ્સ્ટરડેમ ફ્લેમ્સ' ટીમનો હિસ્સો હશે, જેનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ કરી રહ્યા છે. પરિણામે, ભારતના આ દિગ્ગજ ખેલાડી માર્શ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરતા જોવા મળશે.
3/5
ભારતીય ક્રિકેટના ઘણા દિગ્ગજ ખેલાડીઓ 'યુરોપિયન T20 પ્રીમિયર લીગ'ની પ્રથમ સીઝન સાથે જોડાયેલા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ 'ડબલિન ગાર્ડિયન્સ'ના સહ-માલિક છે, જ્યારે રવિચંદ્રન અશ્વિનને તે જ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ 'બેલ્ફાસ્ટ વુલ્વ્સ'નું નેતૃત્વ કરશે, જ્યારે ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનર 'એડિનબર્ગ કેસલ રોકર્સ'ની કેપ્ટનશીપ સંભાળશે. આ ટુર્નામેન્ટ સાથે સ્ટીવ વો, ક્રિસ ગેઈલ, મેથ્યુ હેડન, જોન્ટી રોડ્સ, ફાફ ડુ પ્લેસિસ અને હેનરિક ક્લાસેન જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ વિવિધ ભૂમિકાઓમાં જોડાયેલા છે. પરિણામે, આટલા બધા દિગ્ગજ ક્રિકેટરોની હાજરીને કારણે લીગની પ્રથમ સીઝન ભારે ચર્ચામાં રહેશે.
4/5
અજિંક્ય રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ, 90 વન-ડે (ODI) અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. ત્રણેય ફોર્મેટ મળીને તેણે કુલ 8,414 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે, જેમાં 15 સદીઓનો સમાવેશ થાય છે. તેની કારકિર્દીની સૌથી યાદગાર સિદ્ધિઓમાંની એક 2020-21નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળીને, રહાણેએ ભારતને 2-1થી ઐતિહાસિક સીરિઝ વિજય અપાવ્યો હતો. મેલબોર્ન ટેસ્ટમાં તેણે ફટકારેલી સદી પણ તે સીરિઝના નિર્ણાયક પ્રદર્શનોમાંનું સામેલ હતું.
5/5
અજિંક્ય રહાણેનું IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) કરિયર પણ લાંબુ રહ્યું છે. તેણે આ ટુર્નામેન્ટમાં કુલ 212 મેચ રમીને 5,367 રન બનાવ્યા છે. IPL 2026 માં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નું નેતૃત્વ કર્યું હતું અને 335 રન સાથે તે ટીમ માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Gujarat Weather / આજે અને આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
5 ફોટોઝ
Roof Waterproofing Cost / વરસાદમાં છતમાંથી પાણી ટપકતું હોય તો આ કામ કરાવો! વોટરપ્રૂફિંગનો કેટલો ખર્ચ આવશે? જાણો
ટોપ સ્ટોરીઝ