ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / વિશ્વ / અમેરિકા-કેનેડામાં ત્રણ વર્ષમાં હતાશ થયેલા 100 થી વધુ ભારતીયોએ જીવન ટુંકાવ્યું
Last Updated: 11:52 PM, 3 August 2026
ADVERTISEMENT
NRI News: અમેરિકા- કેનેડામાં અભ્યાસ કરવા અને કરિયર બનાવવા જઇ રહેલા યુવકો હતાશ થઇને અંતિમ પગલુ ભરતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર વિદેશની ધરતી પર મોત વ્હાલું કરનારા ભારતીયની સંખ્યા વધી રહી છે. ભારતમાંથી અમેરિકા અને કેનેડા ગયેલાં 100થી વધુ ભારતીયોએ છેલ્લા ત્રણ વર્ષમાં હતાશ થઈને અંતિમ પગલું ભર્યું છે.
ADVERTISEMENT
રાજ્યસભામાં અપાયેલી માહિતી અનુસાર વર્ષ 2023થી વર્ષ 2025ના ગાળામાં વિદેશોમાં રહેતા કુલ 1850 ભારતીઓએ મોતને વહાલુ કર્યુ હતું. જેમાં પાંચ ટકા લોકો અમેરિકા અથવા કેનેડામાં રહેતા હતા.
એમિટી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક સરવેમાં એવું જાણવા મળ્યું હતું કે યુએસ અને કેનેડામાં રહેતાં 21થી 30 વર્ષની ઉંમરના યુવકોમાં ડિપ્રેશન અને એન્ઝાઈટીનું પ્રમાણ ભારતમાં રહેતા લોકો કરતા વધારે છે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યા 5.5 મિલિયન જેટલી થાય છે જેમાં ત્રણ લાખથી વધુ સ્ટૂડન્ટ્સ છે જ્યારે કેનેડામાં ભણતા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સનો આંકડો ચાર લાખ જેટલો થાય છે.
અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં જોબ માર્કેટ હવે તેજીમાં રહ્યુ નથી. અને પાર્ટ ટાઈમ નોકરી મેળવવી પણ મુશ્કેલ થઈ ગઇ છે. આર્થિક અને કરિયરને લગતી ચિંતાઓ ઉપરાંત પર્સનલ લાઈફમાં સર્જાયેલી સમસ્યાઓને કારણે પણ લોકો પગલું ભરતાં હોય છે.
ADVERTISEMENT
જે વિદ્યાર્થીઓ લોન લઈને ભણવા વિદેશ ગયા છે તેમના માટે ભારતમાં પાછા આવવું સહેલુ હોતુ નથી. કારણકે ભારતના પગારમાં ફોરેન એજ્યુકેશન લૉનના હપ્તા ભરવાની સાથે બીજા ખર્ચા પૂરા કરવા આસાન નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / ગુજરાતી NRI સાથે 1.75 કરોડની છેતરપિંડી, કરોડો કમાવાની લાલચ આપી પૈસા પડાવ્યા
વિદેશ જનારા મોટાભાગના ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ 50થી 80 લાખ રૂપિયા જેટલી એજ્યુકેશન લોન લેતા હોય છે. હવે કેનેડાએ પણ ઈમિગ્રન્ટ્સ માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે, જેથી ભણવાનું પૂરું કર્યા બાદ બે-ત્રણ વર્ષની વર્ક પરમિટ પૂરી થતાં જ મોટાભાગનાં સ્ટૂડન્ટ્સને પાછા આવવું પડશે તેવુ લાગી રહ્યુ છે અને 2025થી જ આવુ શરૂ પણ થઈ ગયુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT