બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટમાં મોટો સુધારો, લગ્ન કરનાર કપલોએ કરવું પડશે આ કામ
Last Updated: 10:10 PM, 3 August 2026
અમદાવાદ QR કોડ અને ફોટો સાથે મેરેજ સર્ટિફિકેટ આપવાનું પ્રથમ શહેર બન્યું. અમદાવાદ મહાનગરપાલિકાએ આજથી ફોટોવાળું મેરેજ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. લગ્ન કરનારા દંપતીએ ઓનલાઈન પોર્ટલ પર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે પછી પાસપોર્ટની જેમ ચોક્કસ સમયે કચેરી પરથી આ સર્ટિફિકેટ મળશે.
ADVERTISEMENT
સર્ટીફિકેટ સાચું કે ખોટું, પડી જશે ખબર
સર્ટિફિકેટ મેળવનારા QR કોડ સ્કેન કરશે, તેના પરથી સર્ટીફિકેટ સાચું છે કે ખોટું તે પણ જાણી શકાશે. નોંધનીય છે કે, પહેલા સર્ટિફિકેટ મેળવવા માટે કચેરી જવું પડતું હતું. આ કામગીરીમાં અરજદારોને ખુબ હાલાતી થતી હતી. જેથી AMCએ આજથી ફોટો અને QR કોડ વાળું સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લીધો છે
ADVERTISEMENT
મનપા અધિકારીઓએ શું કહ્યું
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે આ પગલું ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા અને નાગરિકોને વધુ સુરક્ષિત દસ્તાવેજ સેવા ઉપલબ્ધ કરાવવા માટે લેવામાં આવ્યું છે. ભવિષ્યમાં અન્ય નાગરિક દસ્તાવેજોમાં પણ આવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ગીરના જંગલમાં રેલના પાટા પર અચાનક આવી ચડ્યા 5 સિંહ, જુઓ પછી શું બન્યું
નાગરિકોએ પહેલને વધાવી
ADVERTISEMENT
નાગરિકોમાં આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વિદેશમાં વિઝા, ઇમિગ્રેશન અને બેંકિંગ જેવી પ્રક્રિયાઓમાં મેરેજ સર્ટિફિકેટની ઝડપથી ચકાસણી થઈ શકશે, જેના કારણે દંપતીને વારંવાર દસ્તાવેજ ચકાસણી કરાવવાની જરૂરિયાત ઘટશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT