બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:08 PM, 3 August 2026
ગીરના જંગલમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઈન પર ઘણી વાર સિંહો આવી જતા હોય છે, કેટલાક કિસ્સામાં સિંહો મોતને પણ ભેટતા હોય છે તો ક્યારેક ટ્રેન ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે સિંહો બચી પણ જતા હોય છે વધુ એક વાર આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ADVERTISEMENT
ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં 5 સિંહ રેલ્વે ટ્રેક પર ચડી આવ્યા હતા, જેને લઈ ટ્રેનને રોકવામાં આવી હતી#Gir #Lion #Wildlife #ForestDepartment #GujaratNews #Train #VTVDigital pic.twitter.com/OxRP6T3djM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2026
જૂના છતડીયા ફાટક નજીક આવ્યા 5 સિંહ
ADVERTISEMENT
ગીર પૂર્વ વન વિભાગની છતડીયા બીટના જૂના છતડીયા ફાટક નજીક 5 સિંહો ટ્રેક પર ચડી આવતાં સંભવિત અકસ્માતની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં RFOના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વનમિત્ર અને રેલમિત્રની ટીમે સતત દેખરેખ રાખી સિંહોને સલામત ઠેકાણે ખસેડી દીધા હતા.
ADVERTISEMENT
અડધા કલાક સુધી ટ્રેક પર અટકી રહી
ડ્રાઈવરને જ્યારે લાગ્યું કે આગળ પાટા પર સિંહ આવ્યાં છે ત્યારે તેમણે સાવચેતીના પગલારુપે થોડે દૂર ટ્રેનને થોભાવી દીધી હતી અને પહેલા 5 સિંહોને જવા દીધા હતા અને ત્યાર બાદ ટ્રેન ઉપાડી હતી. વનવિભાગ અને રેલવે ટીમની સતર્કતા તેમજ સંકલનને કારણે રેલવે ટ્રાફિક સુરક્ષિત રહ્યો અને મોટો અકસ્માત ટળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT