બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 35 કેસ પોઝિટીવ આવતાં ખળભળાટ, 11 કેસના પરિણામ બાકી

બીમારી / ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 35 કેસ પોઝિટીવ આવતાં ખળભળાટ, 11 કેસના પરિણામ બાકી

Published By: Hiralal Parmar

Last Updated: 07:02 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 184 ચાંદીપુરા વાયરસના કેસમાં 35 કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વાયરસના કૂલ 184 કેસમાં 35 કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. 11 કેસના હજુ પણ પરિણામ આવવાના બાકી છે તો 7 દર્દીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 6 દર્દીની તબિયત સુધરતાં તેમને રજા આપી દેવામાં આવી છે.

ગામોમાં દવાનો છંટકાવ

જે ગામમાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા ત્યાં આરોગ્ય વિભાગ સતત સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરી રહ્યું છે. લોકો સચેત રહેવાની અપીલ કરાઈ છે.

12 બાળકોના મોત

ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12 બાળકોના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વિવિધ જિલ્લાઓમાં સર્વેલન્સ, મચ્છર નિયંત્રણ અને આરોગ્ય ચકાસણીની કામગીરી વધુ તેજ કરવામાં આવી રહી છે. હાલમાં ઘણા દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ, સારવાર બાદ સ્વસ્થ થયેલા 23 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

વધુ વાંચો : અમદાવાદમાં કળશ યાત્રામાં રોડ પર મેયર હિતેશ બારોટે કર્યું દિલ જીતી લેતું કામ, તમે પણ આવું કરજો

નાના બાળકોને સાચવજો

આરોગ્ય વિભાગે લોકોને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવા, તાવ અથવા અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura Virus Case Chandipura Virus Death chandipura virus

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ