બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / TET-1 પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા, ભરતીમાં વિલંબ થતાં રોષ ઠાલવ્યો, કરી આ માગ

ગુજરાત / TET-1 પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા, ભરતીમાં વિલંબ થતાં રોષ ઠાલવ્યો, કરી આ માગ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:31 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગાંધીનગરમાં ટેટ-1 પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. ભરતીમાં વિલંબને લઇ ઉમેદવારોએ રોષ ઠાલવ્યો છે.

Gandhinagar News: ગાંધીનગરમાં ટેટ-1 પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. ભરતીમાં વિલંબને લઇ ઉમેદવારોએ રોષ ઠાલવ્યો છે. ચાર મહિનાથી અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા રાજ્યભરમાંથી પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

રાજ્યમાંથી 700થી વધુ ઉમેદવારો જેમણે ટેટ-1ની ભરતી પ્રક્રિયા પાસ કરી છે તેઓ ગાંધીનગર પહોચ્યા હતા તેમનું કહેવુ છે કે અમે પરિક્ષા પાસ કરી છે પરંતુ ચાર મહિનાથી ભરતી પ્રક્રિયા અટકાવવામાં આવી છે. ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પર કોઈ સ્ટે નથી અને કાયમી ભરતી સાથે કોર્ટ કેસને જોડીને સમગ્ર પ્રક્રિયા અટકાવવી યોગ્ય નથી. ઉમેદવારોનું કહેવું છે કે આશરે નાપાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા કોર્ટ કેસને કારણે 10,160 ટેટ-1 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ સાદગી / અમદાવાદમાં કળશ યાત્રામાં રોડ પર મેયર હિતેશ બારોટે કર્યું દિલ જીતી લેતું કામ, તમે પણ આવું કરજો

ઉમેદવારોએ જણાવ્યુ હતુ કે વર્ષોની મહેનત પછી તેમણે તૈયારી કરી ટેટ-1 પાસ કરી છે. જો કે ભરતી અટકી જતાં 10,160 પાસ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની ગયુ છે. કોર્ટ કેસના અંતિમ ચુકાદાની રાહ જોવામાં આવશે તો આગામી બે-ત્રણ વર્ષ સુધી ભરતી અટકી રહેશે.

ઉમેદવારોએ ચિંમકી ઉચ્ચારી છે કે, 7 ઓગસ્ટ સુધી પીએમએલ જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar TET-1 Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ