બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જયેશ ભૂત 'ભૂત' બન્યો, 24 લાખ સામે 41 લાખ ચુકવનાર યુવક પાસેથી ચેક પડાવીને 35 લાખ ભર્યાં

રાજકોટ / જયેશ ભૂત 'ભૂત' બન્યો, 24 લાખ સામે 41 લાખ ચુકવનાર યુવક પાસેથી ચેક પડાવીને 35 લાખ ભર્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 05:56 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટ ગ્રામ્યના જેતપુરમાંથી વ્યાજખોરીનો એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. આરોપ છે કે, જયેશ ભુત નામના વ્યાજખોર પાસેથી 24 લાખ રૂપિયાની સામે ફરિયાદી અશોક રાઠોડ દ્વારા 41 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર જયેશ ભૂતની ઉઘરાણી અટકી નહીં! પઠાણી ઉઘરાણી કરનારા જયેશ ભૂતે અશોક રાઠોડ નામના વ્યક્તિ પાસેથી તેના અને તેના પરિવારના બેંક એકાઉન્ટના 10 જેટલા ચેક બળજબરીથી પડાવી લીધા હતા. જે ચેકમાં 35 લાખ રૂપિયા જેટલી અધધ રકમ પણ ભરવામાં આવી હતી. તો સાથે જ જાનથી મારી નાખવાની ધમકી અને દીકરી તેમજ ભાણી વિશે અભદ્ર વાતો અને માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

24 લાખની લોન સામે 41 લાખ ચૂકવ્યાં

જેતપુરના અશોક રાઠોડે 2018થી 2021 દરમિયાન દુકાનના કામકાજ માટે, બહેનના લગ્ન માટે અને માતાની સારવાર માટે જયેશ ભૂત નામના વ્યાજખોર પાસેથી કટકે-કટકે 24 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને અહીંથી શરૂ થયો હતો વ્યાજખોરીનો ખતરનાક ખેલ! માસિક 2% વ્યાજ લેખે અશોક રાઠોડ જયેશ ભુતને ₹48,000 ચૂકવતો હતો. તેમજ કટકે કટકે અંદાજિત 41 લાખ રૂપિયા જેટલી રકમ અશોક રાઠોડ દ્વારા જયેશ ભુતને ચૂકવવામાં આવી હતી. આમ જેટલા રકમની મુદલ હતી તેનાથી દોઢી રકમ કરતા પણ વધુ રકમ જયેશ ભુતને ચૂકવવામાં આવી હતી. તેમ છતાં જયેશ ભુત દ્વારા વધુ અને વધુ રકમની માંગણી કરવામાં આવી રહી હતી.

10 ચેક બળજબરીથી પડાવ્યાં, ભરી દીધી 35 લાખની રકમ

41 લાખ ચૂકવ્યા બાદ પણ જયેશ ભૂત દ્વારા વધુ 24 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. ઉઘરાણી માટે જયેશ ભુત અશોક રાઠોડની દુકાન પર પણ પહોંચી જતો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી પઠાણી ઉઘરાણી પણ કરતો હતો. જો કે, મામલો અહીં અટક્યો નહીં અને બાદમાં અશોક રાઠોડ અને તેના પરિવારજનોના નામના આશરે 10 બેંક ચેક બળજબરીથી લઈ લેવામાં આવ્યા હતાં. તેમજ તે જુદા જુદા ચેકમાં અંદાજે 35 લાખ રૂપિયા જેટલી રકમ પણ જયેશ ભુત દ્વારા ભરવામાં આવી હતી. જે ચેક પર અશોક રાઠોડ અને તેના પરિવારના સભ્યોની સહી પણ લઈ લેવામાં આવી હતી.

વધુ વાંચો : અમદાવાદમાં કળશ યાત્રામાં રોડ પર મેયર હિતેશ બારોટે કર્યું દિલ જીતી લેતું કામ, તમે પણ આવું કરજો

વ્યાજખોરે પીડિતની દીકરી-ભાણી સામે કરી અભદ્ર ટીપ્પણી

2025માં અશોક રાઠોડની બહેનના પતિનું અવસાન થતા દોઢ મહિના માટે પોતાના વતન રાજસ્થાન ગયો હતો. તે સમયે પણ જયેશ ભુતે તેમને ઉઘરાણીના ફોન કર્યાં હતા. જયેશ ભુત દ્વારા ફોન અને મેસેજ કરીને અશોક રાઠોડની દીકરી તેમજ ભાણીને લઈને અભદ્ર ટિપ્પણી તથા અભદ્ર માંગણી કરવામાં આવી હતી. મામલો માત્ર પૈસાની ઉઘરાણી સુધી સીમિત ન રહેતા જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચતા અશોક રાઠોડે આખરે કંટાળીને પોલીસનું શરણ લીધું હતું. અશોક રાઠોડની ફરિયાદના આધારે જેતપુર સીટી પોલીસે આરોપી જયેશ ભૂત વિરુદ્ધ IPCની કલમ 386 અને 294(B) તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ