ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / VIDEO : 'વાદળો નીચે ઉતરી આવ્યાં', માઉન્ટ આબુ સોળે કળાએ ખીલી ઉઠ્યું, સહેલાણીઓનો ધસારો
Last Updated: 08:17 PM, 2 August 2026
ADVERTISEMENT
ગુજરાતીઓનું ફેવરીટ હિલ સ્ટેશન એટલે પડોશમાં જ, ગુજરાતીઓ મોટી સંખ્યામાં માઉન્ટ આબુમાં ફરવા (પીવો કહો) જતા હોય છે અને તેમાંય ચોમાસામાં તો માઉન્ટ આબુનો નજારો જ અલગ હોય છે.
ADVERTISEMENT
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદી માહોલ જામ્યો, છેલ્લા 24 કલાકમાં માઉન્ટ આબુમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે માઉન્ટ આબુમાં સહેલાણીઓનો ઘસારો..#MountAbu #Rajasthan #Rain #Monsoon #Tourism #VTVDigital pic.twitter.com/zhlzYle7WR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 2, 2026
માઉન્ટ આબુમાં ભારે વરસાદ
ADVERTISEMENT
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવી દીધા છે. સતત વરસાદને કારણે પર્વતીય વિસ્તારો હરિયાળાથી છવાઈ ગયા છે, જ્યારે ઝરણાઓમાં નવા પ્રાણ આવ્યા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.વાદળો જાણે વાતો કરવા નીચે આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો.
નક્કી લેક પર અદ્દભુત નજારો
ADVERTISEMENT
નક્કી લેક સહિતના પ્રવાસન સ્થળોએ ધુમ્મસ અને વરસાદી વાતાવરણ વચ્ચે અદભૂત દૃશ્યો સર્જાયા છે. વરસાદ બાદ ઠંડકમાં વધારો થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. રસ્તાઓની આસપાસના પર્વતો પર લીલીછમ ચાદર પથરાઈ જતા સમગ્ર વિસ્તાર કુદરતી સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો છે. સારા વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે, જે આવનારા દિવસોમાં પાણી સંગ્રહ માટે લાભદાયી સાબિત થશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું
ભારે વરસાદ બાદ માઉન્ટ આબુનું મનમોહક રૂપ હાલ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ નજારો જોવા માટે પ્રવાસીઓએ ધસારો કરી મૂક્યો હતો. ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT