બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 5 દુલ્હને 8 યુવકો સાથે માણી 'સુહાગરાત', આખો કાંડ જાણીને ગુજરાત ફફડી ઉઠ્યું, જાણીને ચેતી જજો!

ક્રાઈમ / 5 દુલ્હને 8 યુવકો સાથે માણી 'સુહાગરાત', આખો કાંડ જાણીને ગુજરાત ફફડી ઉઠ્યું, જાણીને ચેતી જજો!

Published By: Hiralal Parmar

Last Updated: 05:14 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 દુલ્હને 'નકલી સુહાગરાત' માણીને ઓછામાં ઓછા 8 યુવકોને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. આ ઘટનાએ લગ્નઘેલા યુવાનોને વિચારતા કરી મૂક્યાં છે.

ગુજરાતમાં વધુ એક વાર 'લૂંટેરી દુલ્હન ગેંગે' તરખાટ મચાવ્યો હતો. આ ગેંગની ઓછામાં ઓછી 5 રુપસુંદરીઓએ 8થી વધુ યુવાનો સાથે લગ્ન કરીને તેમને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. પૈસા માટે આ મહિલાઓએ નકલી લગ્નને ઢાલ બનાવી અને તેમની સાથે સુહાગરાત પણ માણી હોવાનું જણાવાઈ રહ્યું છે.

du-1

'લુંટેરી દુલ્હન ગેંગ'નો સૂત્રધાર ઝડપાયો

સુરતના કાપોદ્રા પોલીસે કુખ્યાત 'લુંટેરી દુલ્હન ગેંગ' ના મુખ્ય સૂત્રધારને આરોપી હિતેશ કાપડીયાને ઝડપી પાડ્યો છે. લગ્નના નામે ભોળા યુવકોને ફસાવતી આ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.આ ગંગે વિરુદ્ધ અગાઉ કતારગામ, ભાવનગર ગારીયાધાર, વરાછા અને ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અન્ય સાગરીતો હાલ ફરાર છે.

mayajal

લૂંટેરી દુલ્હનના કાળા કારનામા

આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છેકે,તેણે છેલ્લા ત્રણ મહિનામાં જ ગુજરાતભરમાં આ પ્રકારે અશરે 17,20,000 રૂપિયાની ઠગાઈ આચરી છે. જેમાં આ કુખ્યાત ગેંગ વિરુદ્ધ કતારગામ, વરાછા, ગાંધીનગર (પેથાપુર) અને ભાવનગર (ગારીયાધાર) પોલીસ સ્ટેશને અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.આ ગેંગ દ્વારા સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના એક યુવક સાથે પોતાની મહિલા સાગરીત સાથે લગ્ન કરાવી રૂપિયા 5 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. તથા ઉત્રાણ વિસ્તારમાં રવી નટવરભાઈ સાથે લગ્ન કરાવી રૂપિયા 2.90.000 લઈ ફરાર થઈ ગયા હતા. તેજ રીતે અમરોલીના નિલેષ ભીખાભાઈ ગોટી સાથે લગ્ન કરાવી રૂપિયા 3 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. શહેરના અડાજણના અંકિતભાઈ સાથે લગ્ન કરાવી રૂપિયા 2.50.000 લઈ ફરાર થઈ ગયા હતા. તથા અમદાવાદના વેજલપુર વિસ્તારના મિતેષ દેસાઈ સાથે લગ્ન કરાવી રૂપિયા 1.30.000 લઈ કરાર થઈ ગયા હતા.

dul

ગેંગની મહિલાઓ કેવી રીતે યુવાનોને ફસાવતી?

ગેંગમાં સામેલ મહિલાઓ અલગ-અલગ નામોથી ઓળખ આપતી હતી. તેઓ મેટ્રિમોની સાઇટ, સોશિયલ મીડિયા અને ઓળખાણીઓ મારફતે યુવકોનો સંપર્ક સાધતી હતી. વિશ્વાસ જીત્યા બાદ તાત્કાલિક લગ્ન કરવાની વાત કરી યુવક અને તેના પરિવાર પાસેથી દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મેળવી લેતી હતી.લગ્ન થયા પછી થોડા જ દિવસોમાં દુલ્હન અચાનક ઘર છોડીને ફરાર થઈ જતી હતી. ત્યારબાદ તેનો મોબાઇલ બંધ થઈ જતો અને પરિવાર સાથેનો સંપર્ક તૂટી જતો.

અનેક જિલ્લાઓની ફરીયાદ બાદ પોલીસ વિશેષ ટીમ બનાવી

અનેક જિલ્લાઓમાંથી આવી જ પદ્ધતિથી ઠગાઈ થયાની ફરિયાદો મળતાં પોલીસએ વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસએ શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડી કેટલાક લોકોની અટકાયત કરી છે. તેમની પાસેથી મોબાઇલ ફોન, નકલી ઓળખપત્રો, બેંક ખાતાની વિગતો અને લગ્ન સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગ એક જિલ્લામાં લગ્ન કરી બીજા જિલ્લામાં નવા શિકારની શોધ શરૂ કરતી હતી. પીડિત પરિવારોનું કહેવું છે કે લગ્નની ઉતાવળમાં પૂરતી ચકાસણી ન થતાં તેઓ ગેંગના જાળમાં ફસાઈ ગયા. કેટલાક પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો : VIDEO : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે 2 યુવકોએ કર્યું સ્નાન,15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છતાં લગાવી છલાંગ

પોલીસે લોકોને કરી ખાસ અપીલ

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે લગ્ન નક્કી કરતા પહેલાં વ્યક્તિની ઓળખ, પરિવાર, સરનામું અને દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. અજાણ્યા લોકો મારફતે થતી ઉતાવળભરી લગ્ન વ્યવસ્થાથી સાવચેત રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat crime surat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ