ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VIDEO : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે 2 યુવકોએ કર્યું સ્નાન,15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છતાં લગાવી છલાંગ

ગુજરાતમાં વરસાદ / VIDEO : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે 2 યુવકોએ કર્યું સ્નાન,15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છતાં લગાવી છલાંગ

Published By: Hiralal Parmar

Last Updated: 03:55 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભારે વરસાદની વચ્ચે લોકોના જોખમી સ્ટંટ પણ વધવા લાગ્યાં છે. નવસારી બાદ હવે દ્વારકામાં આવી બેદરકારી સામે આવી હતી.

ADVERTISEMENT

દ્વારકાના દરિયામાં કરંટ હોવા છતાં કેટલાક યુવાનોએ દરિયામાં ઉતરી જોખમી સ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. દરિયાકાંઠે હાજર સ્થાનિકો અને પ્રવાસીઓએ યુવાનોને બહાર નીકળી જવાની વારંવાર ચેતવણી આપી હતી, છતાં કેટલાક યુવાનો પાણીમાં આગળ વધતા જોવા મળ્યા હતા.

ભારે કરન્ટમાં બે યુવાનો તરતા રહ્યાં

મળતી માહિતી મુજબ દરિયામાં તેજ કરંટ હોવાથી તરવું જોખમી બન્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા ઉભી કરી છે.સ્થાનિક તંત્રએ પ્રવાસીઓ અને નાગરિકોને દરિયામાં કરંટ હોય ત્યારે પાણીમાં ન ઉતરવા અને ચેતવણીના બોર્ડ તથા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ટિપ્પણી / પતિએ પત્ની પર લગાવ્યો વ્યભિચારનો આરોપ, તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ચુકાદો વાંચવા જેવો

યુવકોના જોખમી સ્નાનનો વીડિયો વાયરલ

યુવકોના જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન દરિયાની સ્થિતિ પળેપળે બદલાતી હોવાથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. દ્વારકા દરિયાકાંઠે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તંત્રએ જણાવ્યું છે કે જોખમી વિસ્તારોમાં પ્રવેશ ટાળવો અને લાઇફગાર્ડની સૂચનાઓનું પાલન કરવું દરેક માટે જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat Weather gujarat rain update gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ