ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શરદ પવારની તબિયત બગડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, PM મોદીએ ફોન કરીને જાણ્યા હાલચાલ!

નેશનલ / શરદ પવારની તબિયત બગડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, PM મોદીએ ફોન કરીને જાણ્યા હાલચાલ!

Published By: Pravin Joshi

Last Updated: 11:09 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલમાંથી રજા મળ્યાના થોડા જ કલાકોમાં તબિયત બગડતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP-SP) ના વડા શરદ પવારને બુધવારના રોજ પુણેની રૂબી હૉલ ક્લિનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અશક્તતા અને નબળાઈની ફરિયાદને કારણે તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન બુધવારે સવારે PM મોદીએ શરદ પવારને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછી ચર્ચા કરી હતી. જો કે, થોડા જ કલાકો બાદ તબિયત ફરી લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Sharad-Pawar-Z-plus-security

એનસીપી વડાના નિકટના મિત્ર વિઠ્ઠલ મણિયારે મીડિયાને માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ શરદ પવારને જણાવ્યું હતું કે સુપ્રિયા સુલે તૈયાર થઈ ગયા છે અને અમે દેશ સંભાળવા માટે તૈયાર છીએ. તમે દેશની ચિંતા ન કરો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આના જવાબમાં શરદ પવાર પ્રધાનમંત્રી મોદીનો આભાર માનતા કહ્યું હતું કે જ્યારે આપ સૌ સક્ષમ નેતાઓ છો, ત્યારે મારે દેશની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ આગળ વધારતા રહો. વિઠ્ઠલ મણિયારના જણાવ્યા અનુસાર, બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે અત્યંત હૂંફાળી અને આત્મીયતાભરી વાતચીત થઈ હતી.

શરદ પવારની પ્રવર્તમાન સ્થિતિ સ્થિર બનેલી છે. બુધવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમની તબિયતમાં ફરી બગાડ થયો હતો. ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને માહિતી આપી હતી કે શરદ પવારને પુણેની રૂબી હોસ્પિટલમાંથી શિફ્ટ કરીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમનું સ્વાસ્થ્ય હાલ ઠીક છે પરંતુ આગળની તબીબી તપાસ માટે તેમને બ્રીચ કેન્ડી લાવવામાં આવ્યા છે. તેમના પરિવાર અને પક્ષના અગ્રણી નેતાઓના જણાવ્યા અનુસાર, તેમની હાલત સ્થિર છે અને તેઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સરકારની નવી ગાઈડલાઈન જારી, પેન્શનને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી મોટી અપડેટ!

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં તારીખ 2 નવેમ્બર 2026 ના રોજ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી) ના વડાને ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદના કારણે પુણેના રૂબી હૉલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી રજા મળ્યાના થોડા જ સમય બાદ તેમને વધુ સારવાર અને નિરીક્ષણ માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BreachCandyHospital SharadPawar PMModi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ