બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / શું છે ‘ગોલ્ડન ક્રેસેન્ટ’ અને ‘ગોલ્ડન ટ્રાયંગલ’? જેને કેન્દ્ર સરકાર કહે છે ‘ડેથ ક્રેસેન્ટ’ અને ‘ડેથ ટ્રાયંગલ’
Last Updated: 12:18 AM, 3 August 2026
નશાની વિરુદ્ધ કેન્દ્ર સરકારે એક વિશાળ અભિયાન શરૂ કર્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ‘નશા મુક્ત યુવા’ અભિયાનનો પ્રારંભ કર્યો. આ અભિયાન 100 અઠવાડિયા સુધી ચાલશે. પીએમ મોદીએ કહ્યું કે આજથી ‘નશા મુક્ત યુવા’ અભિયાન શરૂ થઈ રહ્યું છે અને આવનારા 100 રવિવાર નશા મુક્ત ભારત તરફના 100 મજબૂત પગલાં સાબિત થશે.
ADVERTISEMENT
જેમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે. દેશ અને જીવન માટે પોતાને નશાથી મુક્ત રાખવું જરૂરી છે. નશો ધ્યાન ભટકાવે છે અને ધીમે ધીમે યુવાનને તેના પોતાના સપનાથી દૂર લઈ જાય છે. તેમને ઉમેર્યું કે નશો માત્ર શરીરને નુકસાન પહોંચાડતો નથી, પરંતુ એક માતાની મુસ્કાન છીનવી લે છે, પિતાના સપનાંને ચૂર-ચૂર કરી નાખે છે, બહેનની રાખડીની આશાને કમજોર પાડે છે અને નાના ભાઈનું આદર્શ છીનવી લે છે. ઘરના વડીલો દરરોજ એ પીડા સહન કરે છે કે તેમનું પોતાનું બાળક ધીમે ધીમે પોતાને ગુમાવી રહ્યું છે, આંખો સામે બરબાદ થઈ રહ્યું છે. જ્યારે પરિવાર અને સમાજમાં આવું થાય છે ત્યારે રાષ્ટ્રની શક્તિ પણ નબળી પડે છે. તેથી જ દુશ્મન દેશો કાવતરા કરીને આપણા યુવાનોને નશાની લતમાં ખેંચવા કોઈ પ્રયાસ બાકી રાખતા નથી. ડ્રગ્સ સપ્લાય કરીને કમાણી કરવી અને આપણા જેવા દેશને તબાહ કરવું – આ પણ તેમની આતંકી કાવતરાનો ભાગ છે. તેથી દરેક યુવાનને નશાના ચંગુલમાં ફસાતા બચાવવો જરૂરી છે.
नशा मुक्ति की दिशा में देशभर के कॉलेजों और यूनिवर्सिटीज के हमारे प्रोफेसर्स से मेरा यह विशेष आह्वान... pic.twitter.com/uikh4d1qDq
— Narendra Modi (@narendramodi) August 2, 2026
ADVERTISEMENT
યુવાનોને નશાથી દૂર રાખવું એટલા માટે પણ મહત્વનું છે કે દર 35થી 40 યુવાનોમાંથી એકનો જીવ નશાને કારણે જતો રહે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB) અનુસાર 2024માં ડ્રગ્સ અને દારૂને કારણે 13,955 લોકોના મોત થયા હતા. તેમાંથી 12,977 મોત ડ્રગ્સ કે દારૂની લતને કારણે આત્મહત્યાથી થયા હતા, જ્યારે 978 લોકોના જીવ ડ્રગ ઓવરડોઝથી ગયા હતા.
હવે જાણીએ કે ભારતમાં નશાની સમસ્યા કેટલી વ્યાપક છે. જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની 2025ના વાર્ષિક અહેવાલ અનુસાર કરોડો ભારતીયો નશાની પકડમાં છે. ભારતમાં 3.1 કરોડથી વધુ લોકો કેનાબીસ (હશીશ, ગાંજો કે ભાંગ) અને 2.3 કરોડથી વધુ લોકો ઓપિયોઇડ (અફીણ, હેરોઇન)નો નશો કરે છે. આ સિવાય 1.18 કરોડ લોકો સિડેટિવ કે સિન્થેટિક ડ્રગ્સનું સેવન કરે છે. અહેવાલ મુજબ ભારતની લગભગ 4% વસ્તી કેનાબીસ અને 3% અફીણનો નશો કરે છે. સૌથી વધુ નશો આ બે વસ્તુઓનો જ છે. આ સિવાય 16 કરોડથી વધુ લોકો દારૂ પીવે છે.
ADVERTISEMENT
काशी की पावन धरती से उठा कल्याणकारी विचार अब एक नेशनल प्रोजेक्ट बन गया है। मुझे पूरा विश्वास है कि 'नशा मुक्त युवा-विकसित भारत संकल्प अभियान' सामूहिकता की ताकत से हर युवा मन को छूने वाला है। pic.twitter.com/Z4CGfOPxHN
— Narendra Modi (@narendramodi) August 2, 2026
ADVERTISEMENT
મુખ્ય બે માર્ગો છે – ‘ગોલ્ડન ક્રેસેન્ટ’ અને ‘ગોલ્ડન ટ્રાયંગલ’, જેને કેન્દ્ર સરકાર ‘ડેથ ક્રેસેન્ટ’ અને ‘ડેથ ટ્રાયંગલ’ પણ કહે છે.
‘ગોલ્ડન ક્રેસેન્ટ’ ભારતની પશ્ચિમે આવેલો છે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સામેલ છે. અહીંથી મુખ્યત્વે હેરોઇન, હશીશ અને એટીએસ જેવી ડ્રગ્સ આવે છે. તાલિબાને અફીણ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ અગાઉથી જમા 13,200 ટનનો સ્ટોક હજુ પણ સપ્લાય થાય છે. પાકિસ્તાન સાથેની સરહદને કારણે પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં ડ્રગ્સની તસ્કરી વધુ થાય છે. જેમાં વર્ષ 2025 દેશભરમાં 3567 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી 2086 કિલો (58%) એકલા પંજાબમાં જ જપ્ત થઈ હતી જે પાકિસ્તાનથી આવી હતી.
ADVERTISEMENT
બીજી તરફ ‘ગોલ્ડન ટ્રાયંગલ’ ભારતની પૂર્વે છે, જેમાં મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસ સામેલ છે. અહીંથી મેથામ્ફેટામાઇન જેવી સિન્થેટિક ડ્રગ્સની તસ્કરી થાય છે, જેમાં સૌથી વધુ મ્યાનમારથી. વર્માંષ 2024માં મ્યાનમારમાં મેથામ્ફેટામાઇનનું 995 ટન ઉત્પાદન થયું હતું, જેનાથી સપ્લાય વધી ગઈ હતી. આથી પૂર્વોત્તરના રાજ્યોમાં ડ્રગ્સની સમસ્યા વધી રહી છે. વર્ષ 2025 માં NCBએ 3485 કિલો એટીએસ જપ્ત કર્યું હતું, જેમાંથી 42 % (1477 કિલો) એકલા મિઝોરમથી, 535 કિલો મણિપુરથી, 454 કિલો દિલ્હીથી અને 308 કિલો ગુજરાતથી જપ્ત થયું હતું.
આના માટે તસ્કરોએ ડ્રગ્સ પહોંચાડવા નવા-નવા રસ્તા શોધી કાઢ્યા છે. જેમાં ડ્રોનથી તસ્કરી સૌથી મોટી પડકાર બની ગઈ છે, જે મુખ્યત્વે પાકિસ્તાનથી થાય છે. ગયા વર્ષે ડ્રોનથી 305 કેસ સામે આવ્યા હતા, જેમાં 408 કિલો ડ્રગ્સની સપ્લાય થઈ હતી. વર્ષ 2024ની સરખામણીએ 98% વધુ થયા હતા. એકલા પંજાબમાં 298 કેસ અને 461 કિલો ડ્રગ્સ ડ્રોનથી પહોંચ્યા હતા. કુરિયર અને પાર્સલથી પણ તસ્કરી થાય છે, પરંતુ તેમાં થોડી ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં 250 કેસમાં 1557 કિલો ડ્રગ્સ આવ્યું હતું. જ્યારે 2025માં 174 કેસમાં 972 કિલો જ જપ્ત થયા.
ADVERTISEMENT
વર્ષ 2025માં દેશભરમાં ડ્રગ તસ્કરીના 1,48,063 કેસ નોંધાયા હતા અને 1,83,675 લોકોને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 747 વિદેશી નાગરિકો સામેલ હતા. આરોપીઓ પાસેથી 12,409 ક્વિન્ટલ ડ્રગ્સ જપ્ત થયુ હતું જેની કિંમત 18,227 કરોડ રૂપિયા હતી. જેમાં 2024ની સરખામણીએ આમાં ઘટાડો થયો છે, જ્યારે 27,524 કરોડની 13,306 ક્વિન્ટલ ડ્રગ્સ જપ્ત થયુ હતું.
વર્ષ 2025માં 6.28 લાખ કિલોથી વધુ ગાંજો, 5407 કિલો હશીશ, 8094 કિલો અફીણ, 227 કિલો મોર્ફિન, 3567 કિલો હેરોઇન, 226 કિલો કોકેન, 3485 કિલો એટીએસ અને 825 કિલો મેફેડ્રોન જપ્ત થયા હતા. તો NCBએ 778 ક્વિન્ટલ ડ્રગ્સ નષ્ટ કર્યું હતું જેની કિંમત 3889 કરોડ રૂપિયા હતી. NCBનો કન્વિક્શન રેટ 65%થી વધુ છે. 2025માં 203 કેસના ટ્રાયલ પૂરા થયા હતા જેમાંથી 131 માં દોષિતને સજા થઈ અને 265 લોકોને સજા ફટકારવામાં આવી. જેમાંથી 98ને 10 વર્ષથી વધુ અને 39 ને 20 વર્ષની જેલની સજા થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.