બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:14 PM, 2 August 2026
ભારે વરસાદને કારણે સાણંદના ખીચા અને નાની દેવતીને જોડતો રસ્તો ધોવાયો હતો જેને કારણે લોકોએ લાઈટના થાંભલાને પુલ બનાવીને તેની પરથી અવરજવર શરુ કરી હતી. જોકે કામચલાઉ બનાવાયેલો આ રસ્તો જોખમી બની શકે છે. તેથી તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ હતી.
ADVERTISEMENT
સાણંદના ખીચા અને નાની દેવતીને જોડતો રસ્તો તૂટ્યો, વીજપોલના સહારે ગ્રામજનો રસ્તા પરથી પસાર થવા મજબુર, સ્થાનિક લોકોએ કામચલાઉ વ્યવસ્થા તરીકે વીજપોલ મુક્યા#Sanand #Ahmedabad #RoadCollapse #HeavyRain #GujaratNews #VTVDigital pic.twitter.com/HWPiHRzSo9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 2, 2026
સાણંદમાં જર્જરિત મકાન ધરાશાયી
ADVERTISEMENT
સાણંદના ટપાલ ચોક વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જોકે, સાણંદ નગરપાલિકા અને ફાયર વિભાગની ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. તંત્રની સમયસૂચકતા અને સક્રિયતા પ્રશંસનીય રહી હતી.
ADVERTISEMENT
ભારે વરસાદને કારણે સાણંદમાં વ્યાપક નુકસાન
સાણંદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને તાલુકાના બે મુખ્ય માર્ગો ધોવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.