બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જમાઈને બચાવવા ગયેલા સસરા-સાળો નર્મદા કેનાલમાં ડૂબ્યા, જમાઈનો આબાદ બચાવ

દુઃખદ / જમાઈને બચાવવા ગયેલા સસરા-સાળો નર્મદા કેનાલમાં ડૂબ્યા, જમાઈનો આબાદ બચાવ

Published By: Vishal Khamar

Last Updated: 09:48 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદ નજીક નર્મદા કેનાલમાં જમાઈને બચાવવા કૂદેલા પિતા અને પુત્ર ડૂબી જતાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં રવિવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નર્મદા કેનાલમાં પડેલા જમાઈને બચાવવા માટે કેનાલમાં કૂદેલા સસરા અને સાળા ડૂબી જતાં તેમના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સસરા તેમજ સાળાને તરતા ન આવડતાં કેનાલમાં ડૂબ્યા હોવાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, સરવણ ઠાકોર અચાનક નર્મદા કેનાલમાં પડી ગયા હતા. તેમને બચાવવા માટે તેમના સસરા ઇશ્વરભાઈ ઠાકોર અને સાળા નીલાભાઈ ઠાકોર તરત જ કેનાલમાં કૂદી પડ્યા હતા. જોકે, બંનેને તરતા ન આવડતાં તેઓ કેનાલના પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગ શોધખોળ શરૂ કરી

સરવણ ઠાકોરને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર આવી શક્યા હતા. બીજી તરફ, ઇશ્વરભાઈ અને નીલાભાઈ પાણીમાં લાપતા બનતાં ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.

ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા

માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

આ પણ વાંચોઃ CJP ફાઉન્ડર અભિજીત દીપકેના પિતાની આવક પર ઉઠ્યા સવાલ, સુરતના આ RTI એક્ટિવિસ્ટે કરી તપાસની માગ

ઘટનાના પગલે પરિવારજનોમાં ગમગીની

આ કરુણ ઘટનાના પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tharad news Narmada Canal accident Tharad tragedy

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ