બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સંકષ્ટી ચતુર્થી વ્રત કથાનું છે વિશેષ મહત્વ, પૂજા સમયે જરૂર વાંચો, દરેક સંકટ દૂર કરશે ગણેશજી

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સંકષ્ટી ચતુર્થી વ્રત કથાનું છે વિશેષ મહત્વ, પૂજા સમયે જરૂર વાંચો, દરેક સંકટ દૂર કરશે ગણેશજી

Last Updated: 08:14 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણ મહિનામાં સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા અને વ્રત કથા વાંચવી ખુબ ફળદાયી માનવામાં આવે છે. આ વ્રત સંકટો દૂર કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.ચાલો તે કથા વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. શ્રાવણ મહિનાની સંકષ્ટી ચતુર્થી

16 ઓગસ્ટે શ્રાવણ મહિનાની સંકષ્ટી ચતુર્થીનો વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. આ દિવસે પૂજા દરમિયાન વ્રત કથા વાંચવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કથા વાંચ્યા વગર પૂજા અધૂરી રહે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છો તો સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા જરૂર વાંચો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પૌરાણિક કથા

પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ભગવાન વિષ્ણુનું વિવાહ થઈ રહ્યા હતા. આ વિવાહમાં બધા દેવતાઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જાનમાં બધા હાજર હતા પણ ભગવાન ગણેશ પહોંચ્યા નહોતા. કારણ પૂછતાં ખબર પડી કે ભગવાન શિવને તો નિમંત્રણ મોકલ્યું હતું પણ ગણેશજીને નિમંત્રણ જ નહોતું મોકલ્યું. આ સાંભળીને બધાએ કહ્યું કે જો ગણેશજી ના આવે તો પણ ચાલે. બાદમાં ગણેશ ભગવાન ત્યાં આવી પહોંચ્યા પણ તેમને ઘરની રખેવાળી કરવા માટે દરવાજે બેસાડી દેવામાં આવ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. નારદજીની સલાહ

એવામાં નારદજી ત્યાં આવ્યા અને ગણપતિ બાપ્પાને દરવાજે એકલા બેઠેલા જોઈને કારણ પૂછ્યું. તો ગણેશજીએ કહ્યું કે ભગવાન વિષ્ણુએ મારું અપમાન કર્યું છે. આ સાંભળીને નારદજીએ સલાહ આપી કે તમે તમારી મૂષક સેનાને જાનના આગળના રસ્તાને ખોદવા માટે મોકલી દો. જ્યારે બધા જમીનમાં ધસી જશે ત્યારે તમને સન્માન સાથે બોલાવવા પડશે. ગણેશજીએ બરાબર એવું જ કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચમત્કાર થયો

ત્યારબાદ એ જ થયું જે વિચાર્યું હતું. બધા જાનૈયા મૂષકોએ ખોદેલી જમીનમાં ધસી ગયા. તેમને હજારો પ્રયાસ કર્યા પણ બહાર નીકળી શક્યા નહીં. બધા ઉપાયો નિષ્ફળ ગયા. અંતે નારદજી ત્યાં આવ્યા અને ભગવાન ગણેશનું અપમાન યાદ અપાવ્યું. ભગવાન શંકરને વિનંતી કરવામાં આવી કે ગણેશજીને લાવો. ત્યારબાદ ગણપતિ બાપ્પા આવ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સન્માન સાથે પૂજન કરાયુ

બાદમાં બાપ્પાનું આદર-સન્માન સાથે પૂજન કરવામાં આવ્યું, ગણપતિ બાપ્પાના મંત્રોનું ઉચ્ચારણ થયું અને તૂટેલા રથ ફરી સારા થઈ ગયા, ખોદાયેલી જમીન પણ ભરાઈ ગઈ. આ સમયે કોઈએ કહ્યું કે તમે ચોક્કસપણે ગણપતિ બાપ્પાનું સૌપ્રથમ પૂજન નહોતું કર્યું, એજ કારણે તમારા બધા કામ બગડી ગયા. પછી ગણપતિ બાપ્પાનો જયકાર લગાવવામાં આવ્યો અને ત્યારથી સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે સંકષ્ટી ચતુર્થીનો વ્રત રાખવાની શરૂઆત થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sankashti Chaturthi Lord Ganesha Shravan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ