બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ફ્રેન્ડશિપ ડેના દિવસે જ ત્રણ મિત્રોની ધરપકડ, મિત્રને જ મરવા માટે કર્યો હતો મજબૂર, જાણો શું હતો સમગ્ર મામલો

ક્રાઈમ / ફ્રેન્ડશિપ ડેના દિવસે જ ત્રણ મિત્રોની ધરપકડ, મિત્રને જ મરવા માટે કર્યો હતો મજબૂર, જાણો શું હતો સમગ્ર મામલો

Published By: Vishal Khamar

Last Updated: 07:53 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સરથાણા વિસ્તારમાં એમ્બ્રોઇડરી વેપારીના આપઘાત કેસમાં રૂ. 17.32 લાખની છેતરપિંડી અને ધમકીના આરોપસર ત્રણ મિત્રોની ધરપકડ કરવામાં આવી.

મિત્રતા જેવા પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં સામે આવી છે. ત્રણ મિત્રોની કથિત છેતરપિંડી, ધમકી અને નાણાકીય દબાણથી કંટાળી એમ્બ્રોઇડરીના વેપારી રાજેશ કુંજડીયાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં સરથાણા પોલીસે સુસાઈડ નોટ અને પત્નીની ફરિયાદના આધારે ત્રણેય મિત્રોની ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે ત્રણેય આરોપીઓની ધરપકડ ફ્રેન્ડશિપ ડેના દિવસે જ કરવામાં આવી હતી.

રાજેશ કુંજડીયા એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરતા

સરથાણા વિસ્તારમાં રહેતા 44 વર્ષીય રાજેશ કુંજડીયા એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરતા હતા. પોલીસ ફરિયાદ મુજબ, તેમના મિત્ર ઘનશ્યામ આહિરે કેનેડા જવાના બહાને રાજેશભાઈ પાસેથી મશીન વેચાણના રૂ. 14 લાખ રોકડા લીધા હતા. ત્યારબાદ તેણે રાજેશભાઈ પાસે અલગ અલગ બેંકોમાં છ મ્યુલ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા અને બાદમાં સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી કરાવવાની ધમકીઓ આપતો હોવાનું સામે આવ્યું છે.

પૈસા આપવાની ના પાડતા આત્મહત્યાનું પગલું ભર્યું

આ ઉપરાંત અન્ય બે મિત્ર નિક્ષિત ઉર્ફે રિકીએ રૂ. 2 લાખ અને આશિષ ઉર્ફે દાઢી આહિરે રૂ. 1.32 લાખ ઉછીના લીધા હતા. બંનેએ પણ રૂપિયા પરત આપવાનો ઇનકાર કર્યો હતો. સતત નાણાકીય નુકસાન અને ધમકીઓથી માનસિક રીતે પરેશાન રાજેશભાઈએ અંતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

આત્મહત્યા કરતા પહેલા રાજેશ કુંજડીયાએ પોતાની દીકરી મારફતે મોપેડમાંથી પત્ની ભાવિકાબેન સુધી સુસાઈડ નોટ પહોંચાડી હતી. આ નોટમાં તેમણે ત્રણેય મિત્રોના નામ, બેંક ખાતાની વિગતો અને સમગ્ર નાણાકીય લેવડદેવડની માહિતી લખી હતી. મૃતક રાજેશભાઈ મૂળ જૂનાગઢના વતની હતા. તેમના અવસાનથી પરિવારના બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ પણ વાંચોઃ થરાદમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીના GPSC ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ

પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડ કરી

સરથાણા પોલીસે સુસાઈડ નોટ અને પત્નીની ફરિયાદના આધારે ઘનશ્યામ નકુમ, નિક્ષિત ઘરસંડીયા અને આશિષ ઉર્ફે દાઢી આહિર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat suicide case fraud case Surat Sarathana police news

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ