ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM કિસાન પર મોદી સરકારનો મોટો નિર્ણય, 9 કરોડથી વધુ ખેડૂતોને સીધો ફાયદો

અન્નદાતા આનંદો / PM કિસાન પર મોદી સરકારનો મોટો નિર્ણય, 9 કરોડથી વધુ ખેડૂતોને સીધો ફાયદો

Published By: Hiralal Parmar

Last Updated: 06:08 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકારે પીએમ કિસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે જેને કારણે 9 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે.

ADVERTISEMENT

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાને આગામી પાંચ વર્ષ માટે, 2030-31 સુધી લંબાવવામાં આવી છે. આ માટે ₹3.15 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારના આ નિર્ણયની જાણકારી આપી હતી.

ઓક્ટોબરમાં આવશે 24મો હપતો

પીએમ-કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સારા સમાચાર આવ્યા છે. 24મો હપ્તો ઓક્ટોબરમાં બહાર પડી શકે છે.

મોદી સરકારના અન્ય નિર્ણયો

મોદી કેબિનેટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY)ને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં ફ્લોટિંગ સોલાર ફોટોવોલ્ટેઇક (FSPV) ક્ષમતા વધારવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં 5,000 મેગાવોટ FSPV ક્ષમતા પ્રાપ્ત કરવાનો છે, જે વર્તમાન સ્થાપિત ક્ષમતા આશરે 700 મેગાવોટ કરતા સાત ગણી વધારે છે.

23માં હપ્તામાં 4.47 લાખ કરોડ રૂપિયા

પીએમ-કિસાન યોજના હેઠળ, 23 હપ્તામાં ₹4.47 લાખ કરોડથી વધુ રકમ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 23મા હપ્તાથી 9.49 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો. ડેટા દર્શાવે છે કે સરકારે લાભાર્થીઓના ખાતામાં ₹18,984 કરોડથી વધુ રકમનું વિતરણ કર્યું છે.

E-KYC ફરજિયાત

પીએમ-કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે ઇ-કેવાયસી જરૂરી છે. આ OTP-આધારિત પ્રમાણીકરણ, બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને ચહેરાના પ્રમાણીકરણ દ્વારા કરી શકાય છે. પીએમ-કિસાન વેબ પોર્ટલ લાભાર્થી નોંધણી, ચકાસણી અને ડેટા મેનેજમેન્ટ માટે કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM kisan news modi cabinet PM kisan scheme

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ