ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / ચીનમાં ભારતીય દૂતાવાસ સામે પ્રવાસીઓનું દર્દ છલકાયું: વીઝા, રોજગારી અને સોશિયલ મીડિયા પર ભારત વિરોધી કન્ટેન્ટ અંગે ચર્ચા!

NRI / ચીનમાં ભારતીય દૂતાવાસ સામે પ્રવાસીઓનું દર્દ છલકાયું: વીઝા, રોજગારી અને સોશિયલ મીડિયા પર ભારત વિરોધી કન્ટેન્ટ અંગે ચર્ચા!

Published By: Pravin Joshi

Last Updated: 04:49 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં વસતા ભારતીય સમુદાયે બીજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'ઓપન હાઉસ'માં પોતાની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આ બેઠકમાં ભારતીય વ્યાવસાયિકોએ વર્ક વીઝામાં ઘટાડો, જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી ન મળવી અને ચીની સોશિયલ મીડિયા પર ભારત વિરોધી સામગ્રી વાયરલ થવા જેવા મુદ્દાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT

ચીનમાં વસતા ભારતીય નાગરિકો અને વ્યાવસાયિકોએ શુક્રવારે બીજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે આયોજિત 'ઓપન હાઉસ' દરમિયાન પોતાની મુખ્ય સમસ્યાઓ ખુલ્લીને રજૂ કરી હતી. લાંબા સમય પછી યોજાયેલી આ વિશેષ બેઠકમાં વિવિધ ક્ષેત્રના ભારતીય પ્રોફેસન્લ્સે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. દૂતાવાસે તમામ ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ મુદ્દાઓ પર સતત કામ કરવાની ખાતરી આપી હતી.

ઓપન હાઉસમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ

વર્ક વીઝામાં ઘટાડો: ભારતીય વ્યાવસાયિકોએ જણાવ્યું કે પહેલાની સરખામણીએ હવે ચીન તરફથી ઓછા વર્ક વીઝા આપવામાં આવી રહ્યા છે. ઘણા ભારતીયોએ ચિંતા વ્યક્ત કરી હતી કે તેમની સાથે રહેતા પતિ કે પત્નીને ચીનમાં નોકરી કે કામ કરવાની મંજૂરી મળવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. કેટલાક લોકોએ કાઉન્સિલર સેવાઓ સંબંધિત સમસ્યાઓ પણ શેર કરી હતી. આ અંગે દૂતાવાસે જણાવ્યું કે નોકરી સંબંધિત બાબતોમાં ભારતીયોને મદદ કરવા માટે કાનૂની નિષ્ણાતો સાથે મળીને એક નવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.

didha - 2026-08-02T164748.895

સોશિયલ મીડિયા પર ભારત વિરોધી પોસ્ટ અંગે ચિંતા

બેઠકમાં સામેલ લોકોએ ભારપૂર્વક જણાવ્યું કે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત, ભારતીય સંસ્કૃતિ અને ખાનપાન વિશે નફરત ફેલાવવામાં આવી રહી છે. ભડકાઉ અને વાંધાજનક પોસ્ટના કારણે વાતાવરણ કલુષિત થઈ રહ્યું છે, જેનાથી ભારતીયોને ભારે માનસિક તણાવ વેઠવો પડી રહ્યો છે. આ મુદ્દે ભારતીય રાજદૂતે જણાવ્યું કે ચીનની સરકાર પણ આ બાબતે ચિંતિત છે અને આવી સામગ્રી પર રોક લગાવવા પગલાં ભરી રહી છે. તેમણે ઉમેર્યું કે ભારતીય દૂતાવાસ પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સાચી માહિતી આપીને અફવાઓ અને ખોટી માહિતીનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.

આ પણ વાંચોઃ ટિપ્પણી / પતિએ પત્ની પર લગાવ્યો વ્યભિચારનો આરોપ, તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ચુકાદો વાંચવા જેવો

ચીની નાગરિકો માટે ભારત વીઝા પ્રક્રિયા સરળ બનશે

દૂતાવાસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયાથી ભારતનો વીઝા મેળવવા ઈચ્છતા ચીની નાગરિકો માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે, જેથી બંને દેશો વચ્ચે લોકોની અવરજવર વધી શકે. દૂતાવાસે નોંધ્યું કે 'વસંત મેળો' જેવા આયોજનોને લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. આથી જ ભવિષ્યમાં પણ ભારતની સંસ્કૃતિ અને ખાનપાન સાથે જોડાયેલા વધુ કાર્યક્રમો યોજાશે જેથી ચીની લોકો ભારતને નજીકથી જાણી શકે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે 'ઓપન હાઉસ' એ માત્ર એક વારનો કાર્યક્રમ નથી. ચીનમાં રહેતા ભારતીયો પોતાની સમસ્યાઓ સીધી રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં પણ સમયાંતરે આવી બેઠકો યોજવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaChina IndianEmbassy IndianDiaspora

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ