બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નદીનો પાળો તૂટી જતાં પૂરનું પાણી ગામમાં ઘુસ્યું, ખેડાના ખુમારવાડ ગામમાં ભારે ખુવારી

ખેડા / નદીનો પાળો તૂટી જતાં પૂરનું પાણી ગામમાં ઘુસ્યું, ખેડાના ખુમારવાડ ગામમાં ભારે ખુવારી

Published By: Hiralal Parmar

Last Updated: 05:46 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા જિલ્લાના ખુમારવાડ ગામમાં શેઢી નદીના પાણી ઘુસી જતાં ચિંતાનો માહોલ છવાયો હતો. લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી.

ખેડા જિલ્લાના ખુમારવાડ ગામમાં ભારે વરસાદ બાદ શેઢી નદીમાં આવેલા વધેલા પ્રવાહને કારણે નદીનું પાણી ગામમાં ઘૂસી જતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. નદીના પાણી પાળો તૂટીને ગામમાં પ્રવેશતા જોઈ શકાતા હતા. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક ઘરોમાં પાણી પ્રવેશ્યું હતું, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

gujarat rain vtv

200 વર્ષ જૂના ઝવેરબાઈ માતાજીના મંદિર સુધી પહોંચ્યું પાણી

ખુમારવાડથી ખેડા જવાના માર્ગ પર 4થી 5 ફૂટ પાણી ભરાયું હતું જેને કારણે રાહદારીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શેઢી નદીનું પાણી ગામના 200 વર્ષ જૂના ઝવેરબાઈ માતાજીના મંદિર સુધી પહોંચ્યું હતું.

RAIN OLD

લોકોને નદીકાંઠે ન જવા અપીલ

પાણી ઘૂસતા ગામની આંતરિક સડકો પર પાણી ફરી વળ્યું હતું અને દૈનિક જનજીવન પ્રભાવિત બન્યું હતું. કેટલીક જગ્યાએ ઘરેલું સામાનને નુકસાન પહોંચ્યાની પણ માહિતી મળી રહી છે. ગ્રામજનોને સલામત સ્થળોએ ખસેડવાનું શરુ કરાયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગામમાં જરૂરી મદદ પહોંચાડવા માટે તંત્ર સતર્ક બન્યું છે અને લોકોને નદીકાંઠે ન જવા તથા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

12-vagya-sudhi

વધુ વાંચો : 5 દુલ્હને 8 યુવકો સાથે માણી 'સુહાગરાત', આખો કાંડ જાણીને ગુજરાત ફફડી ઉઠ્યું, જાણીને ચેતી જજો!

વરસાદ વધશે તો વધશે પાણીનું સ્તર

હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી ગ્રામજનોમાં ચિંતા વધી છે. જો વરસાદ ચાલુ રહેશે તો પાણીનું સ્તર વધુ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain update, gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ