બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ક્યારે રિલીઝ થશે 'ટૉક્સિક' નું ટ્રેલર? યશે જણાવી ડેટ અને શેર કર્યું પોસ્ટર

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ક્યારે રિલીઝ થશે 'ટૉક્સિક' નું ટ્રેલર? યશે જણાવી ડેટ અને શેર કર્યું પોસ્ટર

Last Updated: 08:55 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

યશની ‘ટોક્સિક’નો ટ્રેલર 8 ઓગસ્ટે બેંગલુરુમાં લોન્ચ થશે. મોટી સ્ટારકાસ્ટ અને તહેવારોના સમયે રિલીઝ થવાથી આ ફિલ્મને ખુબ સફળતા મળે તેવી આશા છે.

1/5

photoStories-logo

1. ટોક્સિક ટ્રેલર

KGF ફેમ સુપરસ્ટાર યશના ફેન્સનો રાહ આખરે પૂરી થવા જઈ રહી છે. ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ને લઈને એક ધમાકેદાર અપડેટ સામે આવ્યુ છે. મેકર્સે ફિલ્મનો એક શાનદાર નવું પોસ્ટર જાહેર કરીને તેના ઓફિશિયલ ટ્રેલરની રિલીઝ તારીખનું જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું ટ્રેલર આ જ મહિને 8 ઓગસ્ટ 2026 ના રોજ બેંગલુરુમાં એક મોટી ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ ખબર બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ ઉંચે પહોંચી ગયો છે અને પોસ્ટર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 8 ઓગસ્ટની તારીખ કેમ છે એટલી ખાસ?

ફિલ્મનું ટ્રેલર 8 ઓગસ્ટે રિલીઝ કરવા પાછળ એક ખાસ કારણ છે. હકીકતમાં બરાબર બે વર્ષ પહેલાં એટલે કે 8 ઓગસ્ટે જ ‘ટોક્સિક’ની શૂટિંગ ઓફિશિયલ રીતે શરૂ થઈ હતી. મેકર્સ શૂટિંગની બીજી વર્ષગાંઠના આ ખાસ અવસરને ફેન્સ માટે યાદગાર બનાવવા માંગે છે. એજ કારણે શૂટિંગ શરૂ થયાના પૂરા બે વર્ષ પૂર્ણ થતા દિવસે જ ફિલ્મની પહેલી મોટી ઝલક એટલે કે ટ્રેલર વિશ્વ સમક્ષ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અનેક એક્ટ્રેસ

‘ટોક્સિક’ માત્ર યશના નામ સુધી લીમીટેડ નથી પરંતુ તેમાં ભારતીય સિનેમાની અનેક મોટી એક્ટ્રેસ એકસાથે નજર આવવા જઈ રહી છે. આ ફિલ્મની સ્ટોરી પોતે યશ અને ગીતુ મોહનદાસે મળીને લખી છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં નયનતારા, કિયારા અડવાણી, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી જેવી ફેમસ એક્ટ્રેસ મહત્વના રોલમાં દેખાશે. આટલી મોટી સ્ટારકાસ્ટે ફિલ્મને લઈને ઉત્સાહને અનેક ગણો વધારી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોટા પાયે ડબ

આ ફિલ્મને ટેકનિકલી અને કન્ટેન્ટના લેવલે ખુબ મોટા પાયે તૈયાર કરવામાં આવી છે. તેને મૂળ રૂપે અંગ્રેજી અને કન્નડ ભાષામાં એકસાથે શૂટ કરવામાં આવી છે. પેન-ઇન્ડિયા અને ગ્લોબલ ફેંસ સુધી પહોંચવા માટે મેકર્સ તેને હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં મોટા પાયે ડબ કરીને રિલીઝ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

આ મુવીના રિલીઝ તારીખની વાત કરીએ તો ‘ટોક્સિક’ બુધવાર 26 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે. મેકર્સે રિલીઝ માટે તહેવારોવાળા લાંબા અઠવાડિયાને પસંદ કર્યું છે. આ સમય ઓણમ, વરમહાલક્ષ્મી અને રક્ષાબંધન જેવા મોટા તહેવારોનો હશે જેનો સીધો ફાયદો ફિલ્મને બોક્સ ઓફિસ પર મળશે. લોંગ વીકેન્ડ અને તહેવારોની રજાઓને કારણે ફિલ્મના બમ્પર ઓપનિંગની પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yash trailer launched Toxic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ