બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મેષ રાશિ પર મુશ્કેલીનો પહાડ તૂટશે, થશે સૂર્યગ્રહણ અને સાડાસાતીનો ડબલ અટેક

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મેષ રાશિ પર મુશ્કેલીનો પહાડ તૂટશે, થશે સૂર્યગ્રહણ અને સાડાસાતીનો ડબલ અટેક

Last Updated: 09:19 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

12 ઓગસ્ટના સૂર્યગ્રહણની વિશેષ અસર મેષ રાશિ પર પડશે. જેમાં કરિયર અને સંબંધોમાં સાવધાની રાખવી જરૂરી છે. હનુમાન દાદાની ભક્તિ અને ધીરજથી આ સમયને સકારાત્મક બનાવી શકાશે.

1/6

photoStories-logo

1. સૂર્યગ્રહણ

12 ઓગસ્ટ 2026 ના રોજ વર્ષનું બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં લાગશે પરંતુ તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. ખાસ કરીને શનિની સાડાસાતીના પ્રભાવમાં ચાલી રહેલી મેષ રાશિ પર તેનો વિશેષ પ્રભાવ પડશે. જેમાં કરિયર, વ્યવસાય અને સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા મામલાઓ પર તેની અસર દેખાઈ શકે છે. ચાલો જાણીએ કે વર્ષનું આ બીજું સૂર્યગ્રહણ મેષ રાશિ પર કેટલી અસર કરનારું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરિયરમાં વિચારીને પગલાં ભરો

આ સમય તમને નવા અવસરો તરફ આકર્ષિત કરી શકે છે. કરિયર કે બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય લેવામાં તમે સંકોચ ન કરો. સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ નવી દિશામાં કામ કરવાની પ્રેરણા મળી શકે છે. જોકે દરેક મોકા શરૂઆતમાં જેટલા સરળ દેખાશે એટલા સરળ નહીં હોય. આથી કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેની યોજના જરૂર તૈયાર કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પર્સનાલીટીમાં બદલાવ

આ સમય તમને આત્મચિંતનનો પણ અવસર આપી શકે છે. ઘણા લોકોની વિચારમાં ફેરફાર આવવાનો છે. પોતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની રીત પણ અગાઉથી અલગ થઈ શકે છે. આ પરિવર્તન સકારાત્મક દિશામાં આગળ વધવાનો મોકો બની શકે છે. પોતાની ખુશીઓ માટે બીજાઓ પર નિર્ભર રહેવાને બદલે પોતા પર વિશ્વાસ વધારવો લાભકારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સંબંધોમાં વધશે અંતર

આસમયમાં અંગત સંબંધોમાં થોડો તણાવ અનુભવાઈ શકે છે. બીજાઓ પાસેથી આદર અને પ્રશંસાની અપેક્ષા વધી શકે છે જેમાં અપેક્ષાઓ પૂરી ન થતાં મન અશાંત થઈ શકે છે. આવા સમયે તમારા માટે પોતાની ફીલિંગને બેલેન્સ્ડ રાખવી જરૂરી રહેશે. રીલેશનમાં વાતચીત અને સમજદારી જાળવી રાખવાથી અનેક ગેરસમજોથી બચી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ બાબત રાખવી ધ્યાને

આ દરમિયાન કોઈ પણ મોટા નિર્ણયમાં ઉતાવળ ન કરો. ગ્રહણની ઊર્જા શાંત થયા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં મહત્વના નિર્ણયો થોડી રાહ જોઈને લેવા વધુ સારા માનવામાં આવે છે. તમારી રાશિના સ્વામી મંગળ છે. આથી ગ્રહણકાળમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મોક્ષકાળ બાદ હનુમાન દાદાને વસ્ત્ર અર્પણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Mars solar eclipse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ