ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરામાં ભીના રોડને કારણે એક્ટિવા સ્લીપ ખાતા 3 યુવતીઓ રોડ પર પટકાઈ, રોડ રોલર ફરી વળતાં 1નું મોત

ગુજરાતમાં વરસાદ / વડોદરામાં ભીના રોડને કારણે એક્ટિવા સ્લીપ ખાતા 3 યુવતીઓ રોડ પર પટકાઈ, રોડ રોલર ફરી વળતાં 1નું મોત

Published By: Hiralal Parmar

Last Updated: 10:07 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદમાં ભીના થયેલા રોડને કારણે વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

ADVERTISEMENT

વડોદરા શહેરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ભીના રોડને કારણે એક્ટિવા સ્લીપ ખાતા 3 યુવતીઓ રોડ પર પટકાઈ હતી બરાબર આ સમયે એક યુવતી પાછળથી આવી રહેલા રોડ રોલર નીચે આવી જતા તેનું દર્દનાક મોત નીપજ્યું હતું જ્યારે બે યુવતીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. શહેરની કિસ્મત ચોકડી પાસે વરસાદના કારણે રસ્તો ભીનો હોય એક્ટિવા પર સવાર ત્રણ યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી. અકસ્માતનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

ભીના રસ્તાને કારણે એક્ટિવા સ્લીપ થયું

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ઝમઝમ પાર્ક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય મહિનબાનું ઇર્શાદ અલી સૈયદ અન્ય બે યુવતીઓ સાથે પોતાના એક્ટિવા પર પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ સમયે જ રસ્તા પરથી ખાનગી માલિકીનું એક રોડ રોલર પણ પસાર થઈ રહ્યું હતું. રસ્તો ભીનો હોવાના કારણે એક્ટિવા સ્લીપ થતા જ ત્રણેય યુવતીઓ જમીન પર પટકાતા જ બાજુમાં જઈ રહેલું રોલર માથે ફરી વળ્યું હતું. જેમાં મહિનબાનું સૈયદનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

વધુ વાંચો : જોર તો જુઓ વરસાદનું! ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ, પછી શું બન્યું?

વડોદરામાં ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. લોકોએ વાહન ચલાવતી વખતે ખૂબ ધ્યાન રાખવાની જરુર છે. ભીના રોડને કારણે વાહનો સ્લીપ ખાવાના બનાવ વધતા હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Gujarat rain vadodara rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ