બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જોર તો જુઓ વરસાદનું! ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ, પછી શું બન્યું?

હળવદ / જોર તો જુઓ વરસાદનું! ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ, પછી શું બન્યું?

Published By: Hiralal Parmar

Last Updated: 06:54 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભારે વરસાદની વચ્ચે એક ઠેકાણે તો એવી સ્થિતિ સર્જાઈ હતી કે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલી ટીમ ખુદ ફસાઈ ગઈ.

મોરબીના હળવદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિ વચ્ચે લોકોને બચાવવા ગયેલી ટીમને ખુદ ફસાવાનો વારો આવ્યો હતો. હળવદના જૂના માલણીયાદમાં ખેતરે ગયા બાદ સતત પાણીની આવક 2 મહિલા સહિત 5 લોકો ફસાયા હતા.

kutch news

રેસ્ક્યૂ માટે પહોંચેલી ફાયરની ટીમ પણ ફસાઈ

ચોંકાવનારુ તો એ બન્યું કે 5 લોકોને બચાવવા ગયેલી ફાયર વિભાગની ટીમ પણ ખુદ ફસાઈ હતી તેમને પણ અટકવું પડ્યું હતું. પાણીને લીધે ફાયર વિભાગની ટીમ આગળ ન વધી શકી નહોતી. ભારે વરસાદથી જૂનું માલણીયાદ ગામ સંપર્કવિહોણું બન્યું હતું.

kutch news

હવામાન વિભાગે 6 જિલ્લામાં રેડ એલર્ટ કર્યુ જાહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે હવે સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ રાજ્યમાં અતિભારે વરસાદનો ખતરો મોટાભાગે ટળી ગયો છે. હાલ માત્ર 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા સહિત કુલ 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

gujarat rain vtv

વધુ વાંચો : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, હજી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સાયલા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં સાયલા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાયલા પંથકમાં અંદાજે 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી. સાયલા ઉપરાંત નવા સુદામડા, થોરિયારી, કેરાળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં પણ પાણી ભરાતા ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat monsoon monsoon news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ