બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / અરશદ નદીમને પછાડીને નીરજ ચોપરા ફાઈનલમાં પહોંચ્યો, રોહિત યાદવ અને યશ વીર સિંહે પણ ક્વોલિફાય કર્યું
Last Updated: 04:52 PM, 30 July 2026
નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026 માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત પહેલા રાઉન્ડમાં 76.28 મીટરના થ્રો સાથે કરી હતી. નીરજ પોતાના બીજા પ્રયાસમાં 79.61 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ચોપરાએ 79.61 મીટરના પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમા સ્થાને રહીને ફાઇનલ માટે આરામથી ક્વોલિફાય કર્યું હતું.
ADVERTISEMENT
રોહિત યાદવ-યશવીર સિંહ પણ ફાઈનલમાં પહોંચ્યાં
નીરજ ચોપરાની સાથે, ભારતના રોહિત યાદવ (78.37 મીટર) અને યશવીર સિંહ (78.36 મીટર) એ પણ શાનદાર પ્રદર્શન કર્યું, અનુક્રમે નવમા અને દસમા સ્થાને રહ્યા અને ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
અરશદ નદીમ સાતમા સ્થાને રહ્યો
ADVERTISEMENT
પાકિસ્તાનનો અરશદ નદીમ 78.63 મીટરના થ્રો સાથે સાતમા સ્થાને રહ્યો હતો. શ્રીલંકાના રુમેશ પાથિરાજે 82.84 મીટરના થ્રો સાથે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (81.29 મીટર), દક્ષિણ આફ્રિકાના ડૌવે સ્મિટ (80.64 મીટર) અને ઇંગ્લેન્ડના બેન ઇસ્ટ (80.38 મીટર) અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાન પર રહ્યા. ઓસ્ટ્રેલિયાના કેમેરોન મેકએન્ટાયર (78.91 મીટર - છઠ્ઠા), બહામાસના કીશોન સ્ટ્રેચન (78.60 મીટર - આઠમા), ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ (78.26 મીટર - 11મા), અને નાઇજીરીયાના ચિનેચેરેમ નનામડી (75.27 મીટર - 12મા) પણ ટોચના 12માં સ્થાન મેળવીને ટાઇટલ મુકાબલા માટે ક્વોલિફાય થયા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.