ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

photo-story

9 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

Last Updated: 11:33 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દીવના દરિયાકાંઠે તા. 27 અને 28 જુલાઈ દરમ્યાન ઉંચા મોજા ઉછળવાની શક્યતાના પગલે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

1/9

photoStories-logo

1. 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો દોર શરૂ થઈ શકે છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. આજે ક્યાં વરસાદની આગાહી

આજે 28 જુલાઈના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, વડોદરા, જામનગર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

ગુજરાતના દરિયાકાંઠે હવામાન વિભાગે હાઈ વેવ એલર્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દીવના દરિયાકાંઠે 27 અને 28 જુલાઈ દરમિયાન 2.9 થી 3.5 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયામાં 27 જુલાઈની બપોરથી તીવ્ર કરંટ જોવા મળી શકે છે. જ્યારે પોરબંદર, દ્વારકા અને દીવમાં 28 જુલાઈ દરમિયાન દરિયાની સ્થિતિ વધુ ખરાબ રહેવાની શક્યતા છે. માછીમારો અને દરિયાકાંઠાના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. 28 અને 29 જુલાઈ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર 28 અને 29 જુલાઈ દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. 30 અને 31 જુલાઈએ વરસાદનું જોર વધશે

30 અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ વધુ સક્રિય થવાની આગાહી છે. નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. 1 અને 2 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 1 અને 2 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કેવું રહેશે વાતાવરણ

અમદાવાદ શહેરમાં આજે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહી શકે છે.રાજકોટ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે.સુરતશહેરમાં ભારે વરસાદની આગાહી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે. વડોદરા ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ગુજરાતના દરિયાકાંઠે 31 જુલાઈ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં 40 થી 50 અને ક્યારેક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જખૌ, માંડવી, મુન્દ્રા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, અલંગ, દહેજ અને મગદલ્લા જેવા બંદરો પર સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન, અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ઓડિશામાં અતિભારે વરસાદ અને સંભવિત પૂર અંગે ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને 29 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Gujarat Rainfall Prediction Gujarat Rain Alert Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ