ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / સ્પોર્ટસ / હવે ભારતની 'પ્રીતિ' બની ગોલ્ડન ગર્લ, દેશને અપાવ્યો છઠ્ઠો મેડલ, શાનદાર સિદ્ધિ
Last Updated: 04:15 PM, 1 August 2026
ADVERTISEMENT
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર પ્રીતિ પવારે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. 54 કિગ્રા વજન વર્ગની મહિલા બોક્સિંગ ફાઇનલમાં, ભારતની પ્રીતિ પવારનો સામનો કેનેડાની સ્કારલેટ ડેલગાડો સામે થયો. પ્રીતિ પવાર શરૂઆતથી જ આક્રમક જોવા મળી હતી. ડેલગાડો સામેના બીજા રાઉન્ડમાં, પાંચેય જજોએ પ્રીતિને 10-9થી સ્કોર કર્યો, જેનાથી તેણીને 20-18ની લીડ મળી. બીજા રાઉન્ડમાં ડેલગાડોને પણ પછાડનો સામનો કરવો પડ્યો હતો. પ્રીતિ માટે ત્રણેય રાઉન્ડ 10-10ના સ્કોર સાથે થયા, જેનો અર્થ છે કે તેણીએ મેચ 5-0થી જીતી લીધી.
ADVERTISEMENT
પ્રીતિની સફળતાની કહાની ખૂબ રસપ્રદ
પ્રીતિની સફળતાની કહાની પણ ખૂબ રસપ્રદ છે. 2023માં તેણીની પ્રથમ સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બહાર થયા પછી હાર માની નહોતી. તે જ વર્ષે, તેણીએ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને જોરદાર વાપસી કરી અને પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું.
ADVERTISEMENT
વધુ વાંચો : 'પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર રખાતાં, અમારી સરકારે પરંપરા બદલી- PM મોદી
કોમનવેલ્થ ગેમ્સમાં મળ્યાં 6 ગોલ્ડ
ADVERTISEMENT
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 6 ગોલ્ડ મેડલ મળ્યાં છે. હજુ તેમાં વધારો થઈ શકે છે. ભારતીય ખેલાડીઓ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.