બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:52 PM, 1 August 2026
1/5
શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને આ સમયે ચારેબાજુ ‘બમ-બમ ભોલે’ની જયઘોષની ગૂંજ સંભળાઈ રહી છે. ભગવાન શિવના ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ કઠોર નિયમો અને ભક્તિભાવ સાથે કાંવડ યાત્રા પર નીકળે છે. આ શ્રદ્ધાળુઓમાં મહિલાઓની સંખ્યા પણ ઘણી મોટી હોય છે. પરંતુ આ દરમિયાન મહિલાઓના મનમાં એક પ્રશ્ન જરૂર ઊભો થાય છે કે માસિક ધર્મ દરમિયાન કાંવડ યાત્રા કરી શકાય કે નહીં. આજે અમે તમારી આ જ મૂંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ સ્થિતિમાં ધાર્મિક માન્યતાઓ શું કહે છે અને મહિલાઓએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ.
2/5
કાંવડ યાત્રાને ખુબ પવિત્ર યાત્રા માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર તેમાં પવિત્ર નદીઓમાંથી જળ ભરીને શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે. જો કોઈ મહિલા કાંવડ યાત્રામાં ભાગ લે અને યાત્રા દરમિયાન અચાનક તેમને માસિક ધર્મ શરૂ થઈ જાય તો કાંવડ અને સંબંધિત ધાર્મિક કાર્યોથી દૂર રહેવું જોઈએ. માન્યતા અનુસાર જો આવી સ્થિતિમાં મહિલા કાંવડના જળ અથવા કાંવડ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે તો તે અશુદ્ધ માનવામાં આવે છે.
3/5
જો તેઓ યાત્રામાં સાથે રહેવા માંગતા હોય તો માત્ર સાથે ચાલી શકે છે. તેઓ માનસિક રીતે પૂજા કરી શકે છે, ભગવાન શિવનું ધ્યાન ધરી શકે છે. પરંતુ મૂર્તિ અને કાંવડનો સ્પર્શ નિષેધ માનવામાં આવે છે. માન્યતા મુજબ જો આવી મહિલા કાંવડ અથવા મૂર્તિને સ્પર્શ કરી લે તો કાંવડ ચઢાવવાની પ્રક્રિયા અશુદ્ધ ગણાય છે અને કાંવડ ખંડિત થઈ જાય છે.
4/5
જો કાંવડ યાત્રા દરમિયાન કોઈ મહિલાને માસિક ધર્મ આવી જાય અને તેઓ કાંવડ લઈને ચાલી રહ્યા હોય તો તેમને પોતાની કાંવડ પોતાના પરિવારના કોઈ સભ્ય કે સાથે યાત્રા કરી રહેલા બીજા શ્રદ્ધાળુને સોંપી દેવી જોઈએ. સામાન્ય રીતે કાંવડ યાત્રામાં ઘણા લોકો સમૂહમાં ચાલે છે તેથી કાંવડને બીજા સાથીને સોંપી શકાય છે. આવી સ્થિતિમાં જ્યારે માસિક ધર્મના પાંચ દિવસ પૂરા થઈ જાય ત્યારે માથું ધોઈને શુદ્ધિ કર્યા બાદ જો મહિલા ઇચ્છે તો શિવલિંગ પર જળ પણ અર્પણ કરી શકે છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ