બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર શિવની આરાધના જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે બિલિપત્ર, ખાલી પેટે ચાવવાથી મળશે આ 5 ફાયદા

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / માત્ર શિવની આરાધના જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે બિલિપત્ર, ખાલી પેટે ચાવવાથી મળશે આ 5 ફાયદા

Last Updated: 05:12 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને અર્પણ કરવામાં આવતું બિલીપત્ર (બીલીના પાન) માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અત્યંત ગુણકારી છે. શ્રાવણની ઋતુમાં સવારે ખાલી પેટે બિલીપત્ર ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે, બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

1/7

photoStories-logo

1. માત્ર શિવની આરાધના જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે બિલિપત્ર, ખાલી પેટેલ ચાવવાથી મળશે આ 5 ફાયદા

શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને શિવભક્તો મહાદેવની પૂજા-અર્ચનામાં લીન છે. ભગવાન શિવને જળાભિષેક સાથે બિલીપત્ર ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ નાનું બિલીપત્ર સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી. આયુર્વેદની સાથે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે બિલીપત્રના પાંદડામાં ઔષધીય ગુણોનો ખજાનો છુપાયેલો છે. શ્રાવણ માસમાં વરસાદના કારણે હવામાં ભેજ વધી જાય છે, જેનાથી આપણું પાચનતંત્ર ધીમું પડી જાય છે અને પેટને લગતી બીમારીઓ ઝડપથી ફેલાય છે. આવા સમયે સવારે ખાલી પેટે બિલીપત્ર ચાવવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પેટ અને પાચનતંત્ર માટે ઉત્તમ

શ્રાવણ મહિનામાં લોકોને ગેસ, એસિડિટી અને પેટ ભારે લાગવાની ફરિયાદ રહે છે. બિલીપત્રમાં રહેલા પોષક તત્વો અને કૂલિંગ પ્રોપર્ટીઝ (ઠંડક આપવાના ગુણો) પેટને અંદરથી રાહત આપે છે. સવારે ખાલી પેટે 2 થી 3 સ્વચ્છ બિલીપત્ર ચાવવાથી કબજિયાત અને પેટના દુખાવામાં રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બ્લડ શુગર નિયંત્રણ

ડાયાબિટીસના દર્દીઓ માટે બિલીપત્ર ખૂબ જ મદદરૂપ છે. તેમાં એવા કુદરતી ઘટકો મળી આવે છે જે શરીરમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન સુધારે છે. નિયમિત સેવનથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર સંતુલિત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) માં વધારો

ચોમાસાની ઋતુમાં સરદી, ઉધરસ, તાવ અને ઈન્ફેક્શન થવું સામાન્ય છે. બિલીપત્રમાં વિટામિન C, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો પ્રચુર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. હૃદયનું આરોગ્ય

બિલીપત્રમાં રહેલું પોટેશિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, જેનાથી હૃદયની ધમનીઓમાં અવરોધ (બ્લોકેજ) ની શક્યતા ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શરીરનું નેચરલ ડિટોક્સિફિકેશન

બિલીપત્ર કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. સવારે ખાલી પેટે તેને ખાવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો (ટોક્સિન્સ) પેશાબ અને પરસેવા દ્વારા બહાર નીકળી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. બિલીપત્ર ખાવાની સાચી રીત

સૌપ્રથમ 2 થી 3 તાજા અને કુમળા બિલીપત્ર લો. તેમને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ લો જેથી ધૂળ કે જીવજંતુ દૂર થઈ જાય.સવારે ખાલી પેટે તેમને ધીમે-ધીમે ચાવો અને ઉપરથી 1 ગ્લાસ તાજું અથવા નવશેકું પાણી પીવો. જો ચાવીને ન ખાઈ શકાય તો પાંદડાને વાટીને તેનો રસ પણ પી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HealthTips Ayurveda BelPatraBenefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ