ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / CWG 2026: હર્ષ સિંહ અને અસ્મિતા ડેએ ભારતને અપાવ્યા બે ગોલ્ડ મેડલ, જૂડોમાં પહેલીવાર મળ્યો ગોલ્ડ

સ્પોર્ટ્સ / CWG 2026: હર્ષ સિંહ અને અસ્મિતા ડેએ ભારતને અપાવ્યા બે ગોલ્ડ મેડલ, જૂડોમાં પહેલીવાર મળ્યો ગોલ્ડ

Published By: Pravin Joshi

Last Updated: 11:07 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતીય મહિલા જુડોકા અસ્મિતા ડેએ ઈતિહાસ રચી દીધો છે. મહિલાઓની 48 કિલોગ્રામ ભારવર્ગ કેટેગરીમાં સ્વર્ણ પદક જીતીને અસ્મિતા કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં જુડો રમતની અંદર ગોલ્ડ મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ રમતવીર બની ગઈ છે.

ADVERTISEMENT

ગ્લાસ્ગોમાં સ્થિત રમાઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારતના ખાતામાં 2 ગોલ્ડ મેડલ આવ્યાં છે. ભારતના હર્ષ સિંહે પુરુષોની 60 કિલો જૂડો ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્જને હરાવ્યા.

આ ઉપરાંત અસ્મિત ડેએ પણ મહિલાઓની 48 કિલો વજન વાળી કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેમણે કેનેડાની હેઇડી ક્વાચને હરાવી.

ભારતીય જુડોકા અસ્મિતા ડેએ કોમનવેલ્થ ગેમ્સ 2026 ના મંચ પર એવો કારનામો કરી બતાવ્યો છે જે આ પહેલાં રાષ્ટ્રમંડળ રમતોના ઈતિહાસમાં કોઈ ભારતીય રમતવીર કરી શક્યો નથી. અસ્મિતા મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં દેશને સ્વર્ણ પદક અપાવીને ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ જુડોકા બની ગઈ છે. શ્વાસ અધ્ધર કરી દેનારી આ રોમાંચક ફાઈનલ મેચમાં તેણે પોતાના ધૈર્ય અને ઉત્કૃષ્ટ તકનીકના જોરે તિરંગો સૌથી ઊંચાઈ પર લહેરાવ્યો છે.

'ગોલ્ડન સ્કોર' માં મેળવી નિર્ણાયક જીત

અસ્મિતા ડેની આ ફાઈનલ મેચ કોઈ રોમાંચક થ્રિલર જેવી હતી. મેચની શરૂઆતથી જ બંને ખેલાડીઓ વચ્ચે એક-એક પોઈન્ટ માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી. નિર્ધારિત સમય પૂરો થવા સુધી બંને ખેલાડીઓ 1-1 ની બરાબરી પર રહ્યા હતા. મેચનું પરિણામ લાવવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો. આ દબાણની ક્ષણોમાં અસ્મિતાએ પોતાની માનસિક મજબૂતી દર્શાવી અને યોગ્ય તકનીકનો ઉપયોગ કરીને 'યૂકો' (Yuko) દ્વારા નિર્ણાયક પોઈન્ટ મેળવ્યો. આ સાથે જ તેણે મેચ 2-1 થી પોતાના નામે કરી લીધી.

ભારતીય જુડો ક્ષેત્રે ઐતિહાસિક મોડ

અંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને કોમ્બેટ સ્પોર્ટ્સમાં ભારત માટે આ સુવર્ણ સફળતા અત્યંત ખાસ માનવામાં આવે છે. બરાબરીની સ્થિતિ વચ્ચે અસ્મિતાનો આક્રમક અભિગમ અને જુસ્સો તેની સૌથી મોટી તાકાત બન્યા હતા. તેની આ સફળતા દેશના ઉભરતા એથ્લેટ્સ માટે પ્રેરણારૂપ સાબિત થશે.

વધુ વાંચો : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વધુ 2 મેડલ પાક્કાં, ફાઈનલમાં પહોંચ્યા બોક્સર અંકુશ અને પ્રીતિ, ગોલ્ડ માટે કરશે મુકાબલો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AsmitaDey GoldMedal CommonwealthGames2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ