બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વધુ 2 મેડલ પાક્કાં, ફાઈનલમાં પહોંચ્યા બોક્સર અંકુશ અને પ્રીતિ, ગોલ્ડ માટે કરશે મુકાબલો
Last Updated: 09:22 PM, 31 July 2026
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય મુક્કેબાજોનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. શુક્રવારે ભારતના અંકુશ પંઘાલે પુરુષોના 80 કિલોગ્રામ વર્ગના સેમિફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને એકતરફી મુકાબલામાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે અંકુશે ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે અને હવે તેની નજર ગોલ્ડ મેડલ પર છે.
ADVERTISEMENT
આ આખા મુકાબલામાં તેને શાનદાર સ્પીડ, સટીક પંચ અને શાનદાર બચાવનું પ્રદર્શન કર્યું હતું. તેની આ જીતથી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા પણ વધી છે. ભારતીય ટીમ હવે વિવિધ રમતોમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે અને મેડલ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે.
VIDEO | Glasgow, Scotland: On entering finals of Commonwealth Games, Indian boxer Ankush Panghal says, "It feels great to reach the final. Now, the goal is to bring home the gold."
— Press Trust of India (@PTI_News) July 31, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/isIsic6sRj
ADVERTISEMENT
અંકુશ પંઘાલે મુકાબલાની શરૂઆતથી જ આક્રમક અંદાજ બતાવ્યો હતો. પહેલા રાઉન્ડમાં તેને ક્લીન અને સટીક પંચ માર્યા હતા જેના કારણે બધા પાંચ જજોએ રાઉન્ડ તેના પક્ષમાં આપ્યો. બીજા રાઉન્ડમાં કેનેડાના જોશુઆ ઓફોરીએ વાપસીની કોશિશ કરી પણ અંકુશે પોતાનું શાનદાર રમત ચાલુ રાખી. આ દરમિયાન ઓફોરીને માથાની પાછળ પંચ મારવા બદલ એક પોઇન્ટ પણ ગુમાવવો પડ્યો હતો. બીજો રાઉન્ડ પણ અંકુશે 5-0થી પોતાના નામે કર્યો હતો.
ત્રીજા અને છેલ્લા રાઉન્ડમાં ઓફોરીએ આક્રમક રમત બતાવી હતી પણ અંકુશે ધીરજ જાળવી રાખી હતી. મજબૂત બચાવ સાથે મહત્વના પંચ મારીને તેને મુકાબલો જીતીને ફાઇનલની ટિકિટ હાસલ કરી લીધી છે.
ADVERTISEMENT
FINAL BOUND! 🥊🇮🇳
— Indian Tech AI (@IndiantechAI) July 31, 2026
Preeti Pawar delivers a flawless 5-0 win to storm into the Women's 54kg Boxing Final at Glasgow 2026. One step away from gold! 🥇🔥 pic.twitter.com/dyuhjSUibC
ADVERTISEMENT
ભારતીય મહિલા મુક્કેબાજ પ્રીતિ પવારે પણ શાનદાર પ્રદર્શન કરતાં મહિલાઓના 54 કિલોગ્રામ વર્ગના સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરિન મ્વાપેને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેની જીતથી ભારતની ગોલ્ડ મેડલની આશાઓ વધુ મજબૂત થઈ છે.
ADVERTISEMENT
ભારત પાસે હાલમાં 17 મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે અત્યાર સુધી 17 મેડલ જીત્યા છે. તેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ગોલ્ડમેડલ મીરાબાઈ ચાનુ (મહિલા 48 કિગ્રા વેઇટલિફ્ટિંગ), શર્મિલા ધનકર (મહિલા શોટપુટ F57) અને દિલીપ ગાવિત (પુરુષ 100 મીટર T47)એ જીત્યા છે. આ સિવાય બીજા અનેક ભારતીય ખેલાડીઓએ પણ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.