બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કેસરિયા રંગની જર્સી પર હોકી ઇન્ડિયામાં મોટા મતભેદ, પ્રમુખે જ પોતાની સંસ્થા પર ઉઠાવ્યા સવાલ
Last Updated: 04:20 PM, 31 July 2026
FIH વર્લ્ડ કપ માટે ભારતની મહિલા અને પુરુષ હોકી ટીમોની જર્સીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં પરંપરાગત બ્લુ કલરની જગ્યાએ કેસરિયા રંગની જર્સી અપનાવવામાં આવી છે. આ નિર્ણયને લઈને હોકી ઈન્ડિયા વિવાદમાં ઘેરાઈ રહ્યું છે. હવે આ મામલે હોકી ઈન્ડિયાના પ્રમુખ અને ભારતના પૂર્વ કેપ્ટન દિલીપ તિર્કીએ પોતાની જ સંસ્થાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
જેમાં દિલીપ તિર્કીએ હોકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ બોર્ડને ઈમેલ મોકલીને જણાવ્યું કે રાષ્ટ્રીય ટીમની જર્સીનો કલર બદલવાનો નિર્ણય તેમની જાણ વગર જ લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય આ મુદ્દે એક્ઝિક્યુટિવ બોર્ડ સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી.
પોતાના ઈમેલમાં તેમને સ્પષ્ટ લખ્યું છે કે, “રાષ્ટ્રીય ટીમની જર્સીનો કલર બદલવાનો નિર્ણય એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ ચર્ચા માટે મૂકવામાં આવ્યો નહોતો અને મને પણ અગાઉ કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.” જેમાં તેમને ભારપૂર્વક કહ્યું કે તેમની વાંધો જર્સીના કલર સામે નથી પરંતુ નેશનલ ટીમની ઓળખ સાથે જોડાયેલા આટલા મહત્વના નિર્ણયને નિયત વહીવટી પ્રક્રિયાનું પાલન કર્યા વગર લાગુ કરવામાં આવ્યો છે, તે બાબતે છે.
ADVERTISEMENT
તેમને લખ્યું કે આવા નિર્ણયો પર પહેલાં ચૂંટાયેલા નેતૃત્વ અને એક્ઝિક્યુટિવ બોર્ડ સાથે ચર્ચા થવી જોઈએ. આ કોઈ પણ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્વસ્થ વહીવટી પરંપરા છે. હોકી ઈન્ડિયાના પ્રમુખે ફેડરેશનના કાર્યકારી નિયામક કમાન્ડર આર.કે. શ્રીવાસ્તવને અલગથી ઈમેલ મોકલીને સૂચના આપી છે કે 31 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં બધા એક્ઝિક્યુટિવ બોર્ડ સભ્યોને વિગતવાર રિપોર્ટ મોકલવામાં આવે.
જેમાં તેમને ત્રણ મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે. જેમાં પહેલું જર્સીનો કલર બદલવાની મંજૂરી કોણે આપી? બીજું કે, આ નિર્ણયમાં કયા-કયા અધિકારીઓ સામેલ હતા? અને ત્રીજું પ્રમુખ અને એક્ઝિક્યુટિવ બોર્ડની સલાહ કેમ ન લેવામાં આવી?
ADVERTISEMENT
Hockey India Clarifies Uniform Colour Shift Ahead of FIH World Cup
— Surendra Barik (@barik_surendra) July 30, 2026
"It's a technical choice, not political."
Team India’s New Look for the World Cup!@TheHockeyIndia President Dilip Tirkey has clarified the reason behind the national team switching from their traditional blue… pic.twitter.com/fHSFmQR1De
ભારતીય હોકી ટીમની નવી ઓરેન્જ જર્સી જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકોએ તેને ટીમ ઈન્ડિયાની પરંપરાગત ઓળખ સાથે જોડીને સવાલ ઉઠાવ્યા છે, જ્યારે અમુક રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. તેમ છતાં હોકી ઈન્ડિયા સતત કહે છે કે જર્સીનું નવું ડિઝાઈન સંપૂર્ણપણે ગેમ અને ડિઝાઈન સંબંધિત નિર્ણય છે તેનો કોઈ રાજકીય કે બીજા હેતુ સાથે કોઈ સંબંધ નથી.
ADVERTISEMENT
દિલીપ તિર્કીએ પોતાના પત્રમાં જાહેર કર્યું કે આ વિવાદને લઈને ઓડિશા સરકારે પણ તેમની પાસેથી જવાબ માંગ્યો હતો. તેમને કહ્યું કે જાહેરમાં તેમણે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય રમત સાથે જોડાયેલો છે, જેથી પ્લેયર્સનું ધ્યાન આગામી વર્લ્ડ કપથી વિચલિત ન થાય. પરંતુ સાથે જ તેમને એ પણ સ્વીકાર્યું કે પ્રક્રિયા અંગે સવાલ ઉઠવા સ્વાભાવિક છે.
ADVERTISEMENT
આ વિવાદ એ સમયે સામે આવ્યો છે જ્યારે હોકી ઈન્ડિયા પહેલેથી જ વહીવટી મામલાઓને લઈને વિવાદનો સામનો કરી રહ્યું છે. કેમ કે, તાજેતરમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને હોકી ઈન્ડિયાની ઉપપ્રમુખ અસુંતા લાકડાએ મહાસચિવ ભોલાનાથ સિંહ પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં લાકડાનો આરોપ હતો કે તેમને એક કોચ સામે યૌન શોષણની ફરિયાદ ઉઠાવી હતી ત્યારબાદ તેમને પ્રતાડિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારબાદ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયે હોકી ઈન્ડિયાને નિર્દેશ આપ્યો હતો કે મામલાને ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટી (ICC) પાસે મોકલવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે. આ સિવાય હોકી ઈન્ડિયા પર શોષણ સંબંધિત મામલાઓને હેન્ડલ કરવાની રીતને લઈને પણ સવાલો ઉઠતા રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.