બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:51 AM, 31 July 2026
1/6
અમેઝોન પ્રાઇમ વીડિયોનો લોકપ્રિય રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ 2' 13 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. નવા સિઝનમાં કુલ 21 સ્પર્ધકો ભાગ લેશે જેમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલ ગિલ પણ જોવા મળશે. ક્રિકેટના મેદાનમાં ભાઈને સપોર્ટ કરતી શહનીલ હવે પોતાની અલગ ઓળખ બનાવવા માટે OTTની દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે. તેમની એન્ટ્રી બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી છે કે આખરે શહનીલ ગિલ કોણ છે અને તેઓ શું કરે છે.
2/6
શહનીલ ગિલ પહેલી વખત કોઈ રિયાલિટી શોમાં જોવા મળશે. અમેઝોન પ્રાઇમ વીડિયો પર આવનારા 'ધ ટ્રેટર્સ 2'માં તેઓ સ્પર્ધક તરીકે જોડાયા છે. આ શો 13 ઓગસ્ટથી સ્ટ્રીમ થશે. શોનું ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર શહનીલની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ સાથે જોડાયેલા પરિવારની સભ્ય હોવાને કારણે તેમની એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે.
3/6
શહનીલ ગિલ પોતાના ભાઈ શુભમન ગિલ સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. શુભમન જ્યારે પણ મહત્વની મેચ રમે છે ત્યારે શહનીલ સ્ટેડિયમમાં હાજર રહીને તેમને ચીયર કરતી જોવા મળે છે. ચાહકોને પણ ભાઈ-બહેનની આ જોડી ખૂબ પસંદ આવે છે.
4/6
શહનીલ ગિલે પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેમણે કેનેડામાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા મેળવ્યો હતો. અભ્યાસ બાદ તેમણે ફૂડ ડિલિવરી કંપનીમાં કસ્ટમર સક્સેસ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. હવે તેઓ મનોરંજનની દુનિયામાં પોતાની નવી સફર શરૂ કરી રહી છે.
5/6
શહનીલ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાની ફેશન, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. તેમના સ્ટાઇલિશ લુક અને સરળ વ્યક્તિત્વને કારણે મોટી સંખ્યામાં લોકો તેમને ફોલો કરે છે. હવે OTT પર તેમની હાજરીથી તેમની લોકપ્રિયતામાં વધુ વધારો થવાની શક્યતા છે.
6/6
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટરોના પરિવારના સભ્યો પણ રિયાલિટી શોમાં જોવા મળી રહ્યા છે. દીપક ચહરની બહેન બિગ બોસ 19માં જોવા મળી હતી જ્યારે શ્રેયસ અય્યરની બહેન લોકઅપ 2માં ભાગ લઈ ચૂકી છે. હવે શુભમન ગિલની બહેન શહનીલ ગિલ ધ ટ્રેટર્સ 2'માં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરશે. હવે દર્શકોને જોવું રહેશે કે તેઓ આ શોમાં કેટલું આગળ વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ