બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના "બાઘા" પર તૂટી પડ્યું દુઃખ: પિતાના નિધન બાદ ભાવુક થયા, અંતિમ ઈચ્છા અધૂરી રહી
Last Updated: 01:29 PM, 1 August 2026
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોએ ઘણા લોકોને સ્ટાર બનાવ્યા છે અને તન્મય વેકરિયા તેમાંથી એક છે. આ શોમાં 'બાઘા'નું પાત્ર ભજવીને તેઓ ઘરે-ઘરે ઓળખ બનાવી છે. જોકે, હાલમાં તેઓ તેમના અંગત જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. જૂન મહિનામાં તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયાનું અવસાન થયું હતું અને આ આઘાતે તેમને ઊંડો આઘાત પહોંચાડ્યો છે તથા તેઓ અત્યંત શોકમાં છે.
ADVERTISEMENT
તન્મયનું દર્દ છલકાયુ
તાજેતરમાં, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની 18 મી વર્ષના સેલિબ્રેશન દરમિયાન, તન્મય વેકરિયા તેના પિતાને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. તેણે ખુલાસો કર્યો કે તેના પિતાએ હોસ્પિટલમાં તેની સાથે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. એક એવી ઈચ્છા જે અધૂરી રહી ગઈ.
ADVERTISEMENT
પોતાના પિતાની અંતિમ ઈચ્છા વિશે વાત કરતા બાઘા'એ કહ્યું, "મારા પિતા દરરોજ રાત્રે 8:30 થી 9:00 વાગ્યાની વચ્ચે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો જોતા હતા. જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા અને ટીવી પર મારો ટ્રેક પ્રસારિત થઈ રહ્યો હતો, ત્યારે તેમણે મને કહ્યું હતું કે, 'તારી સ્ટોરીલાઇન ખૂબ સરસ ચાલી રહી છે. જ્યારે હું ઘરે આવીશ ત્યારે મને YouTube પર બધા એપિસોડ બતાવજે. મારે તે દરેક એપિસોડ જોવા છે.'"
તન્મયે જણાવ્યું કે, તેણે તેના પિતાને વચન આપ્યું હતું કે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફરતાની સાથે જ તેઓ બંને સાથે મળીને તે એપિસોડ જોશે. દુર્ભાગ્યે, તેમ ન થઈ શક્યું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'તારક મહેતા'માં સ્પાઈડરમેનની ધમાકેદાર એન્ટ્રી, ચંપકલાલના ચરણસ્પર્શથી જીત્યા સૌના દિલ
શોના 18 વર્ષ થશે પૂર્ણ
ADVERTISEMENT
'તારક મહેતા'એ 28 જુલાઈ, 2026 ના રોજ 18 વર્ષ પૂર્ણ કર્યા. ટીમે સાથે મળીને આ પ્રસંગની ઉજવણી કરી હતી અને ઉજવણીના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જ્યાં સુધી તન્મયની વાત છે, તો તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલો છે; તાજેતરમાં જ તેની પ્રેમકથા પર આધારિત એક સ્ટોરીલાઇન રજૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.