બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'રાકા'ને લઈને ધમાકેદાર સમાચાર! 2 પાર્ટમાં બનશે અલ્લુ અર્જુન-દીપિકા પાદુકોણની ફિલ્મ?
Last Updated: 03:13 PM, 29 July 2026
આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણ જોવા મળશે અને તેનું નિર્દેશન એટલી કરી રહ્યા છે. અલ્લુ અર્જુન આ પ્રોજેક્ટને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીને પોતાની આગામી ફિલ્મ તરફ આગળ વધવા માંગે છે, જેની જાહેરાત અગાઉથી જ થઈ ચૂકી છે. એટલીના પ્રોજેક્ટ બાદ તેઓ લોકેશ કનગરાજ સાથેની ફિલ્મ પર કામ કરશે. જોકે, હવે 'રાકા' ને લઇ એક મોટી અપડેટ સામે આવી છે. શું આ ફિલ્મ ખરેખર બે ભાગમાં બની રહી છે? એક નવી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મની સિક્વલ પર ખરેખર કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
અલ્લુ અર્જુન હાલમાં 'રાકા'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને નિર્માતાઓએ હજુ સુધી તેની રિલીઝ તારીખ જાહેર કરી નથી. જોકે, આ ફિલ્મનું નિર્માણ ભવ્ય સ્તરે કરવામાં આવી રહ્યું છે અને 'સન પિક્ચર્સ' આ પ્રોજેક્ટને સમર્થન આપી રહ્યું છે. 'તેલુગુ 360' ના તાજેતરના અહેવાલ મુજબ, આ વર્ષના અંત સુધીમાં 'રાકા'નું સંપૂર્ણ શૂટિંગ પૂર્ણ કરવાની પ્લાનિંગ થઇ રહી છે. ચર્ચા છે કે, ટીમે હવે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. એટલી અને તેમની ટીમે અલ્લુ અર્જુન અને સન પિક્ચર્સ સાથે આ યોજના અંગે વ્યક્તિગત રીતે ચર્ચા થઇ રહી છે અને હવે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ક્યારે ખતમ થશે ફિલ્મની શૂટિંગ?
ADVERTISEMENT
અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ આ ફિલ્મ પર સતત કામ કરી રહ્યા છે. જોકે અન્ય કલાકારોના આ ફિલ્મમાં એન્ટ્રી અંગે રિપોર્ટ આવી રહ્યા છે, તેમ છતાં નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. માત્ર એટલી જ બાબતની પુષ્ટિ થઈ છે કે અલ્લુ અર્જુન અને દીપિકા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ અહેવાલમાં એવો પણ સંકેત આપે છે કે, ફિલ્મના બંને ભાગોનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. શૂટિંગ પૂરું થયા બાદ ટીમ ફિલ્મની રિલીઝ અંગેનું આયોજન કરશે અને ત્યારબાદ ટૂંક સમયમાં જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ પરમિશન વગર કારમાં ઘૂસ્યો આસિસ્ટન્ટ ડિરેક્ટર! શર્ટ ઉતારી ટેટૂ બતાવતા ડરી ગઈ અભિનેત્રી
ADVERTISEMENT
આ ફિલ્મનું કામ પૂરું થયા પછી, અલ્લુ અર્જુન લોકેશ કનગરાજની આગામી ફિલ્મ પર કામ શરૂ કરશે. જ્યારે એટલીની ફિલ્મ 'રાકા'ના બંને ભાગોનું શૂટિંગ પૂર્ણ થયા બાદ, સંપૂર્ણ ધ્યાન પોસ્ટ-પ્રોડક્શન પર કેન્દ્રિત કરવામાં આવશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદન્ના, મૃણાલ ઠાકુર અને જાહ્નવી કપૂર મહત્વની ભૂમિકાઓ ભજવે તેવી શક્યતા છે. દીપિકાનું શૂટિંગ ક્યારે પૂરું થશે તે જોવાનું રહેશે. જોકે, તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની યોજના છે, કારણ કે અભિનેત્રી બીજા બાળકની અપેક્ષા રાખી રહી છે અને તેના એક્શન દ્રશ્યો 'બોડી ડબલ' દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.