બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કીર્તિ પટેલ પર પર કાર્યવાહી, 13 લાખ ફોલોઅર્સવાળું Instagram એકાઉન્ટ ભારતમાં બેન, 10થી વધુ કેસ છે દાખલ
Last Updated: 04:59 PM, 27 July 2026
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કીર્તિ પટેલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત (બેન) કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 13 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જેના કારણે આ કાર્યવાહી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ધમકીઓ આપવી, રોફ જમાવવો તેમજ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. લાંબા સમયથી કીર્તિ પટેલ વિવિધ વિવાદો અને કાયદાકીય મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યા હતા.
ADVERTISEMENT

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નીતિઓનું સતત ઉલ્લંઘન થતું હોવાના કારણે તેમના એકાઉન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પરિણામે હવે તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની ઘટના, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, મોટી જાનહાનિ ટળી
જોકે, આ મામલે મેટા (ઈન્સ્ટાગ્રામ) અથવા કીર્તિ પટેલ તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સત્તાવાર સ્પષ્ટતા બાદ જ એકાઉન્ટ પ્રતિબંધિત થવા પાછળના ચોક્કસ કારણો અંગે સંપૂર્ણ માહિતી સ્પષ્ટ થઈ શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.