બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વરસાદનો કહેર, ક્યાંક ટ્રેક્ટર તણાયું, ક્યાંક કાર-રિક્ષાનું રેસ્ક્યૂ, જુઓ વીડિયો
Last Updated: 08:03 PM, 24 July 2026
બનાસકાંઠાના ડીસામાં આકાશી આફતનો કહેર
ADVERTISEMENT
બનાસકાંઠાના ડીસા શહેરમાં ભારે વરસાદ બાદ આકાશી આફતનો કહેર જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ટ્રીઝમેન્ટ પ્લાન્ટથી જલારામ મંદિર સર્કલ સુધીના વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક મકાનોમાં પાણી ફરી વળતાં ઘરવખરી અને સામાનને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આણંદ જિલ્લામાં વરસાદી કહેર
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બોરસદના વિરસદ ગામનું તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી ગામના રસ્તાઓ પર ફરી વળ્યું છે. ભારે વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. વિરસદ ગામમાં જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, જેના આકાશી દ્રશ્યોમાં વરસાદની ગંભીર સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સતત વરસાદને પગલે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ધારાસભ્ય સ્થાનિક નાગરિકોની વચ્ચે પહોંચ્યા
ADVERTISEMENT
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધારાસભ્ય અમિત ઠાકર આકાશી આફતના આ વિકટ સમયમાં સરખેજ વોર્ડના EWS-38 ઇન્દ્રપ્રસ્થ આવાસ યોજના તથા નેહરુનગર વિસ્તારમાં પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં પહોંચી સ્થાનિક નાગરિકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતોની પૂરતી કરી. આપત્તિના સમયમાં કોઈ પરિવાર મુશ્કેલીમાં ન રહે તે માટે ફૂડ પેકેટ, અનાજ, પીવાનું પાણી તેમજ શાકભાજી ઘરઆંગણે પહોંચે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરાવી.
ADVERTISEMENT
પોલીસે રેસ્ક્યૂ કરી રીક્ષા ચાલકને બચાવ્યો
અમદાવાદમાં વરસાદના પહલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા હતા. વટવા કેનાલ પાસે અચાનક સંતુલન ગુમાવતા કેનાલમાં ખાબકેલી રિક્ષા અને ચાલકને 'જે' ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનોએ ત્વરિત રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢ્યા. જવાનોની સમયસૂચકતા અને સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી!
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં 24 કલાકમાં 20 ઈંચ, 141 જગ્યાએ પાણી ભરાયા, 173 ઝાડ પડ્યા પણ હવે પરિસ્થિતિ કાબુમાં
ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામમાં વરસાદી કહેર, ગામ બન્યું સંપર્કવિહોણું
ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસેલા વરસાદને પગલે ગામના અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. ચારેબાજુ પાણી ભરાઈ જતાં ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.