બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનાના ભાવ પણ ઘટ્યા, શેરબજારમાં રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા!

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનાના ભાવ પણ ઘટ્યા, શેરબજારમાં રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા!

Last Updated: 11:02 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતીય નાણાકીય બજારમાં મોટો ભુકંપ આવ્યો છે. ગુરુવારે સાંજે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાવાની સાથે શેરબજારમાં પણ ભારે કડાકો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે.

1/5

photoStories-logo

1. ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનાના ભાવ પણ ઘટ્યા, શેરબજારમાં રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા!

ગુરુવારે સાંજે ભારતીય નાણાકીય બજારમાં અચાનક મોટો કડાકો જોવા મળ્યો હતો. કિંમતી ધાતુઓ એટલે કે સોના અને ચાંદીના ભાવમાં ભયાનક ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી તરફ ભારતીય શેરબજારમાં પણ કડાકો બોલાતાં રોકાણકારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ચાંદીના ભાવમાં રૂ. 8500 થી વધુનો ઘટાડો

ગુરુવારે સાંજે 6 વાગ્યા પછી સોના-ચાંદીમાં અચાનક મોટી મંદી જોવા મળી હતી. ચાંદીની કિંમતમાં 3.50% થી વધુ એટલે કે 8,500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. ટ્રેડિંગ દરમિયાન MCX પર ચાંદીનો ભાવ ઘટીને 2,18,401 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ 4.21 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો, જ્યાંથી હવે ચાંદી 2 લાખ રૂપિયાથી પણ વધુ સસ્તી થઈ ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સોનું પણ રૂ. 3000 તૂટ્યું

સોનાની વાત કરીએ તો તેમાં પણ 2% થી વધુનો ઘટાડો થયો છે. MCX પર 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,42,690 રૂપિયા થઈ ગયો છે. ગુરુવારે સાંજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. સોનું તેના જાન્યુઆરીના ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડથી લગભગ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. જાન્યુઆરીમાં સોનાનો ભાવ 1.91 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. સોના-ચાંદીમાં આ તીવ્ર ઘટાડા પાછળ વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ડર મુખ્ય કારણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રોકાણકારોના ₹3 લાખ કરોડ સ્વાહા

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતાં બ્રિન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ઉછળીને બેરલ દીઠ $98 ને પાર કરી ગયો છે. મોંઘા તેલના કારણે ભારતમાં મોંઘવારી વધવાની અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) વધવાની આશંકા વધી છે. પરિણામે, ભારતીય શેરબજાર સતત ચોથા દિવસે લાલ નિશાનમાં બંધ થયું હતું. નિફ્ટી 126 પોઈન્ટ ઘટીને 23,869 ના મથાળે બંધ રહ્યો. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંને ઈન્ડેક્સ 1-1% ટૂટીને બંધ થયા. આ કડાકાને કારણે રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં અનિશ્ચિતતાના કારણે ઈન્ડિયા વિક્સ (India VIX) માં ભારે ઉછાળો આવ્યો હતો, અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા સતત વેચવાલી કરવામાં આવતા બજાર પર દબાણ વધ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સેક્ટર અને સ્ટોક્સની સ્થિતિ

ગુરુવારે બેંકિંગ, ઓટો, આઈટી અને એનર્જી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. વધતા ક્રૂડ ઓઇલના ભાવની સૌથી ખરાબ અસર એવિએશન અને ઓટો સેક્ટર પર પડી હતી, જેમાં ઈન્ડિગો (IndiGo) અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) જેવા દિગ્ગજ શેરો ટોપ લૂઝર્સમાં રહ્યા હતા. જોકે, આ તીવ્ર ઘટાડા વચ્ચે પણ કેટલાક પસંદગીના શેરો જેવા કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), ટીસીએસ (TCS) અને ઝોમેટો (Zomato) લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SilverPriceCrash GoldPriceToday StockMarketCrash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ