બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 2027 ODI વર્લ્ડકપ માટે ભારત-ઇંગ્લેન્ડ સહિત 8 ટીમોએ કર્યું ક્વોલિફાય, 2 વારની ચેમ્પિયન થશે OUT?
Last Updated: 07:11 PM, 21 July 2026
ICC આગામી 2027 વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશનની આખરી કટ-ઓફ તારીખ 30 સપ્ટેમ્બર 2026 નક્કી કરી દીધી છે. આગામી વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાની હેઠળ યોજાવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રમાશે, જેમાં કુલ 14 ટીમો વિશ્વ ચેમ્પિયન બનવા માટે સામસામે ટકરાશે.
ADVERTISEMENT
નિયમો અનુસાર, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન હોવાના કારણે વર્લ્ડ કપમાં સીધું (Direct) ક્વોલિફિકેશન મળી ગયું છે. ફોર્મેટ મુજબ 2 યજમાન દેશોને સીધી એન્ટ્રી મળશે, જ્યારે આગામી 8 ટીમોનો નિર્ણય ICC ODI રેન્કિંગના આધારે કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સિવાય વનડે રેન્કિંગમાં જે પણ ટોપ-8 ટીમો હશે તે સીધી ક્વોલિફાય કરી જશે. જ્યારે બાકીની છેલ્લી 4 ટીમોએ ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાંથી પસાર થવું પડશે.

ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડે 2027 વનડે વર્લ્ડ કપ માટે ડાયરેક્ટ ક્વોલિફિકેશન કન્ફર્મ કરી લીધું છે. જો 30 સપ્ટેમ્બર 2026 સુધી અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વનડે રેન્કિંગમાં 8th અને 9th સ્થાન પર જળવાઈ રહે છે, તો તેમને પણ વર્લ્ડ કપની સીધી ટિકિટ મળી જશે. આવી પરિસ્થિતિમાં 2 વારની વનડે વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટઇન્ડિઝને સીધું ક્વોલિફિકેશન નહીં મળી શકે અને તેમણે ફરી એકવાર ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં રમીને વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવો પડશે. વર્લ્ડ કપની છેલ્લી 4 ટીમો કઈ હશે તેના માટે કુલ 36 ટીમો વચ્ચે ક્વોલિફિકેશન તબક્કો વર્ષ 2024 થી જ શરૂ થઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
આ વખતે વનડે વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે, જેના માટે એક સાવ નવું રોમાંચક ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે:
ADVERTISEMENT
આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'
સુપર સિરીઝ: ક્વોલિફાય કરનારી 3 સૌથી ઓછી રેન્કિંગ ધરાવતી ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં 'સુપર સિરીઝ' રમાશે. આ સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 1 ટીમ આગળ વધશે, જ્યારે બાકીની 2 ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
ADVERTISEMENT
ગ્રુપ સ્ટેજ: ત્યારબાદ 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. પ્રત્યેક ગ્રુપની ટોપ-3 ટીમો 'સુપર-7' માં પહોંચી જશે. આ સિવાય બંને ગ્રુપમાં જે પણ 4th સર્વશ્રેષ્ઠ ટીમ હશે, તે 'સુપર-7' માં પહોંચનારી છેલ્લી સાતમી ટીમ બનશે.
નોકઆઉટ: 'સુપર-7' સ્ટેજની ટોપ-4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યાંથી વિજેતા ટીમો ફાઇનલ મુકાબલામાં સામસામે થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.