બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM આવાસ પર બહાર પ્રદર્શન દરમ્યાન રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત અખિલેશ યાદવને પોલીસ ઉપાડીને લઈ ગઈ
Last Updated: 07:44 PM, 21 July 2026
નીટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગના વિરોધમાં વિપક્ષી નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વડાપ્રધાન આવાસની બહાર ધરણા પર બેઠેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને NCP નેતા સુપ્રિયા સુલે સહિતના અનેક દિગ્ગજ નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ આ તમામ નેતાઓને ધરણા સ્થળેથી બસમાં બેસાડીને છત્રસાલ સ્ટેડિયમ લઈ ગઈ છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોની મુખ્ય માંગ હતી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી હટાવવામાં આવે. PM આવાસ બહાર કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ રાહુલ ગાંધીને મનાવવા માટે ધરણા સ્થળે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
Delhi: Pictures of Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg being detained by Delhi Police.
— ANI (@ANI) July 21, 2026
(ANI photos by Naveen Sharma) pic.twitter.com/Y9mSANwbdt
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેમને અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનને કોંગ્રેસ નેતાઓ સાથે વાતચીત કરવા મોકલ્યા હતા. શરૂઆતમાં રાહુલ ગાંધીએ શરત મૂકી હતી કે જો સરકાર સંસદમાં નીટ અને તેને સંબંધિત આંદોલન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર થાય, તો તેઓ પોતાના ધરણા તાત્કાલિક સમેટી લેશે. સરકારે તેમની આ શરત મંજૂર કરી લીધી હતી. જોકે, સરકારી પ્રતિનિધિઓએ જ્યારે આ નિર્ણયની જાણકારી રાહુલ ગાંધીને આપી, ત્યારે તેમણે પોતાની માંગણીઓ બદલી નાખી હતી. રાહુલ ગાંધીએ નવી શરત મૂકતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ખાતરી માંગી હતી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે હવે તેમની બે મુખ્ય માંગણીઓ છે—સંસદમાં ચર્ચા અને શિક્ષણ મંત્રીનું રાજીનામું.
#WATCH | Delhi: Visuals of Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg being detained by Delhi Police.
— ANI (@ANI) July 21, 2026
(Source: Congress) pic.twitter.com/j9cOkbJrwW
ADVERTISEMENT
#WATCH | A scuffle broke out when Opposition leaders and workers were being detained by Delhi Police outside the PM's residence on Lok Kalyan Marg, Delhi. pic.twitter.com/3aqMFF5R78
— ANI (@ANI) July 21, 2026
ADVERTISEMENT
વાતચીતમાં સુલેહ ન થતાં દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દીધી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને એનસીપી નેતા સુપ્રિયા સુલે પણ જોડાતાં વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ વધુમાં વધુ લોકોને આ ધરણામાં સામેલ થવા હાકલ કરી હતી, જેના પછી દિલ્હી પોલીસે કાર્યવાહી કરતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ધરણાસથળેથી હટાવીને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અગાઉ પણ દિલ્હી પોલીસે અનેક કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી લીધી હતી.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi seen inside a bus after being detained by police from the protest site at Lok Kalyan Marg.
— ANI (@ANI) July 21, 2026
(Source: Congress) pic.twitter.com/RZS81IbIRw
ADVERTISEMENT
ધરણા દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દેશના લોકોને આ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વિના અને કોઈ પરિણામ ભોગવ્યા વિના બચી નીકળશે – પરંતુ તેઓ એવું નહીં કરી શકે, આ વખતે તો બિલકુલ નહીં. હું દરેક દેશભક્ત ભારતીયને અપીલ કરું છું કે જેઓ માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ – તેઓ વડાપ્રધાન આવાસ સામે અમારા ધરણામાં સામેલ થાય. ભારતના વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાય નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'
હાલમાં ધરણા સ્થળેથી તમામ નેતાઓ અને કાર્યકરોને હટાવી દેવામાં આવ્યા છે અને સમગ્ર PM આવાસ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.