બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મહિલાએ પાંચમા માળેથી કૂદીને કર્યો આપઘાતનો પ્રયાસ, અને પછી જે થયું....!
Last Updated: 10:01 PM, 21 July 2026
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક સોસાયટીમાં મહિલાએ પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, સ્થળ પર હાજર સ્થાનિક લોકોની સમયસરની સતર્કતા અને બહાદુરીને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
મહિલા અગમ્ય કારણોસર પાંચમા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો
પ્રાથમિક માહિતી મુજબ, દંતેશ્વર વિસ્તારમાં આવેલી સમૃદ્ધ સાત્વિક એપાર્ટમેન્ટમાં એક મહિલા અગમ્ય કારણોસર પાંચમા માળેથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાને જોખમી સ્થિતિમાં જોઈ આસપાસના રહીશો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસરી ગયો હતો.
ADVERTISEMENT
હાજર લોકોએ મહિલાને સુરક્ષિત રીતે પકડી લેતા મહિલાનો બચાવ થયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલા અંતિમ પગલું ભરે તે પહેલાં જ હાજર લોકોએ ઝડપથી કાર્યવાહી કરી તેને સુરક્ષિત રીતે પકડી લીધી હતી. સ્થાનિકોના તાત્કાલિક પ્રયાસોના કારણે સંભવિત દુર્ઘટના ટળી હતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો.
ADVERTISEMENT
પોલીસે મહિલાનું કાઉન્સિલિંગ કર્યું
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કાઉન્સિલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ મહિલાએ આ પગલું ભરવાનો પ્રયાસ શા માટે કર્યો હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ32 લેબનોન ડાયમંડ અને સોનામાંથી બનેલું કમળ ખીલ્યું અંતરિક્ષમાં, સુરતનો વાગ્યો ડંકો
પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મહિલાના પરિવારજનો સહિત સંબંધિત લોકોના નિવેદનોના આધારે ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.