બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / જૂનાગઢથી લઇને વલસાડ સુધી.., અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજાએ ભુક્કાં બોલાવ્યા

photo-story

7 ફોટો ગેલેરી

મેઘ મહેર / જૂનાગઢથી લઇને વલસાડ સુધી.., અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજાએ ભુક્કાં બોલાવ્યા

Last Updated: 11:17 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ છવાયો છે. વડોદરા, ભાવનગર, નવસારી, સુરતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

1/7

photoStories-logo

1. વડોદરામાં સાંજ પડતાં ફરી શરૂ થયો વરસાદ

વડોદરા શહેરમાં સાંજ પડતાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. સમા, સયાજીગંજ, ગોત્રી અને અલકાપુરી સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત જેતલપુર, રાવપુરા, ફતેગંજ અને કારેલીબાગ વિસ્તારમાં પણ વરસાદ નોંધાતા રસ્તાઓ ભીના બન્યા હતા. વરસાદના આગમનથી દિવસભરની ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તળાજા તાલુકામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ

ભાવનગરના તળાજા તાલુકામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તળાજા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. તળાજા શહેર ઉપરાંત અલંગ શિપબ્રેકિંગ યાર્ડ તેમજ ત્રાપજ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે તમામ જાહેર માર્ગો પર નદીઓની જેમ પાણી ફરી વળ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. નવસારી શહેરના જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ

નવસારી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ નદીકાંઠાના 15 ગામોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. બીલીમોરા શહેરમાં કાવેરી નદીના પાણી ઘૂસી આવતા દેસરા વિસ્તારમાં 200થી વધુ ઘરોમાં પૂરનું પાણી ભરાઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જ્યારે બચાવ અને રાહત માટેની ટીમો પણ સતત તૈનાત રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આણંદ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન

લાંબા વિરામ પછી આણંદ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગાના, બોરસદ વિસ્તારમાં વરસાદ પડ્યો.તો તારાપુર અને આંકલાવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા. વરસાદ વરસાત ભારે બફારો અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી. સાથે જ ઘણા સમય પછી વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ

ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે. અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં પાણીની આવક સતત વધતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે એલર્ટ જાહેર કર્યું છે અને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી છે. ભારે વરસાદને કારણે ધોધ અને નદીકાંઠાના વિસ્તારો જોખમી બનતાં પ્રવાસીઓને આવા સ્થળોએ ન જવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક રહેવાસીઓને પણ સાવચેત રહેવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આકાશી આફત સામે તંત્રની લાપરવાહીથી સુરતના લોકો ત્રસ્ત

સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે શહેરમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. બમરોલી ખાડી ઓવરફ્લો થતાં અલથાણ-બમરોલી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા સ્વિમિંગ પૂલ જેવા દૃશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાડી ભયજનક સપાટી વટાવી ગામ તરફ ઘૂસતાં બમરોલી જવાનો માર્ગ પણ બંધ કરવો પડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમયસર નિકાલ અને પૂર નિયંત્રણ માટે અસરકારક પગલાં ન લેવાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. બીજી તરફ, VTV Newsના કેમેરામાં સુરતીઓની વેદના અને આકાશી દૃશ્યોમાં જળબંબાકારની સ્થિતિ કેદ થઈ છે, જે તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઉભા કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ભરાયા પાણી

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર નજીક વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ રસ્તાઓ પર ફરી વળતાં દુર્ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાઈ છે. અવિરત વરસાદ ચાલુ રહે તો માર્કેટ વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી જવાની શક્યતા હોવાથી વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Evening Rain in Vadodara Vadodara Rain Vadodara Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ