ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આવતીકાલે રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ત્રણ ખાલી પદો સહિત ચર્ચાશે આ મુદ્દા

નેશનલ / આવતીકાલે રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ત્રણ ખાલી પદો સહિત ચર્ચાશે આ મુદ્દા

Published By: Nirav Kumar

Last Updated: 11:21 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠકમાં પ્રથમ CEO, નવા મહાસચિવ અને 3 ટ્રસ્ટી પદો ભરવા સહિત અનેક મોટા નિર્ણયો થઈ શકે છે. આ સાથે જ દાન ચોરી કેસ અને મંદિરની સુરક્ષા પર પણ મહત્વની ચર્ચા થવાની છે.

ADVERTISEMENT

અયોધ્યામાં કાલે રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાશે. જેમાં CEO અને નવા ટ્રસ્ટીઓ પર અયોધ્યામાં બુધવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અગત્યની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઘણા મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.

  • બેઠકના મુખ્ય મુદ્દાઓ

આ બેઠકમાં 3 ખાલી પડેલા ટ્રસ્ટી પદો ભરવા, નવા મહાસચિવની નિમણૂક, રામ મંદિરના પ્રથમ CEO (મુખ્ય કાર્યકારી અધિકારી)ની પસંદગી પ્રક્રિયા અંતિમ કરવી, દાન ચોરી કેસમાં SITની રિપોર્ટ, મંદિરની સુરક્ષા વ્યવસ્થા, ચઢાવામાં મળેલા નોટોની ગણતરી જેવા મુદ્દાઓ સામેલ હશે.

આ બેઠક પહેલા ટ્રસ્ટના સભ્ય સ્વામી પરમાનંદ ગિરિએ કહ્યું કે ટ્રસ્ટમાં ખાલી પડેલા ટ્રસ્ટી પદો ભરવા અત્યંત જરૂરી છે. આ બેઠકમાં સૌપ્રથમ આ પદો પર જ ચર્ચા થશે. જેમાં બીજા મુદ્દાઓ પર પણ વિચારણા થશે, પરંતુ અંતિમ નિર્ણય બેઠકમાં થયેલી ચર્ચા પર આધારિત રહેશે. જેમાં હજુ કોઈ વ્યક્તિના નામ પર ચર્ચા થઈ નથી.

  • દાન ચોરી કેસ પર મહત્વની ચર્ચા

રામ મંદિરમાં દાન ચોરીના મામલે આ બેઠક ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. જેમાં સુપ્રીમ કોર્ટે સોમવારે આ કેસની તપાસ સ્થાનિક પોલીસની જગ્યાએ SITને સોંપવા અંગે ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આ અંગે સ્વામી પરમાનંદ ગિરિએ કહ્યું કે પહેલા વર્તમાન SITની રિપોર્ટ આવવા દો ત્યાર બાદ જ આગળના પગલાં અંગે વિચાર કરવામાં આવશે.

  • 3 ખાલી ટ્રસ્ટી પદો

દાન ચોરી બાદ ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. જેને 6 જુલાઈની બેઠકમાં તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સિવાય ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના અવસાન બાદ એક પદ વધુ ખાલી થયું છે.

વધુ વાંચો : પ્રદર્શન દરમ્યાન રાહુલ ગાંધી થયા ઈજાગ્રસ્ત? વાયરલ તસવીરે સૌને મૂકી દીધાં ટેન્શનમાં

  • મહંત દિનેન્દ્ર દાસનું નિવેદન

રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મુખ્ય મહંત દિનેન્દ્ર દાસે અમુક અફવાઓનો ખંડન કર્યું છે. જેમાં તેમને અખાડાના પદેથી હટાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કહ્યું કે આ સમાચાર સાવ નિરાધાર અને ભ્રામક છે. 19 પંચોમાંથી 13 તેમની સાથે છે અને અમુક લોકો તેમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

new CEO Ayodhya Ram Temple

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ