ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કેમ આટલો સિરિયસ રહે છે આર્યન ખાન? રાઘવ જુયાલે જણાવ્યું પબ્લિકમાં નહીં હસવાનું કારણ

મનોરંજન / કેમ આટલો સિરિયસ રહે છે આર્યન ખાન? રાઘવ જુયાલે જણાવ્યું પબ્લિકમાં નહીં હસવાનું કારણ

Published By: Nirav Kumar

Last Updated: 11:47 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાન પબ્લિકમાં ઓછું સ્માઈલ કરે છે. આ અંગેરાઘવ જુયાલે નિવેદન આપ્યું છે. જેમાં તેનું કહેવું છે કે, તે બનાવટી દેખાવા માંગતો નથી અને તે એવો જ છે.

ADVERTISEMENT

એક સમયે ડાન્સર તરીકે ઓળખાતા રાઘવ જુયાલ જ્યારે એક્ટર તરીકે ખુબ ચમક્યો હતો. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની વેબ સિરીઝ 'The Bad of Bollywood'માં તેને મહત્વનો રોલ મળ્યો હતો. જેમાં તે થોડા જ સમયમાં રાઘવ આર્યન ખાનના ખૂબ નજીક આવી ગયા. હવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આર્યન પબ્લિક ઇવેન્ટ્સમાં ભાગ્યે જ કેમ સ્માઈલ કરે છે? ત્યારે તેને મહત્વનો જવાબ આપ્યો હતો.

  • 'તે બતાવવા નથી માંગતો'

આ અંગે એક જગ્યાએ વાત કરતા રાઘવ જુયાલે કહ્યું,“તે બતાવવું નથી માંગતો. મને નથી લાગતું કે તે કોઈ બનાવટીપણું દેખાડવા માંગે છે. તે એવો જ છે અને મને લાગે છે કે તેને એવો જ રહેવા દેવો જોઈએ. તે ખૂબ ક્રિએટિવ, સ્વાભાવિક અને પોલાઈટ પ્રકારનો વ્યક્તિ છે. આ જ તેનો સ્વભાવ છે.

”પણ શું આર્યન ઘરે પણ આવો જ છે કે માત્ર પબ્લિકમાં ખુદને સીરિયસ દેખાડે છે? આ સવાલના જવાબમાં રાઘવે આર્યનના વ્યક્તિત્વની અમુક અંદરની પરતો ખોલી હતો.

  • આર્યન સાથે રાઘવની ખાસ કેમિસ્ટ્રી

તેમને કહ્યું કે આર્યન તેની પર્સનલ લાઇફમાં એકદમ અલગ છે. જો તે સ્માઈલ કરવા ન માંગે તો તે તેની મરજી છે. ઘરે તે હસે છે, મજાક કરે છે અને ખૂબ મસ્તી કરે છે. આર્યનને કેમેરા સામે સ્માઈલ કરવાનો થોડો ફોબિયા જેવું છે.

  • આર્યનમાં છે બાળક જેવી માસૂમિયત

રાઘવે કહ્યું,“તેને કેમેરા સામે સ્માઈલ કરવાનો ડર લાગે છે. તે કેમેરા સામે સ્માઈલ કરતો જ નથી, તેને એટિટ્યુડમાં રહેવું ગમે છે. પણ અમારી સાથે તે થોડો અલગ જ પ્રકારનો હોય છે. તેમાં બાળક જેવી માસૂમિયત છે.”

વધુ વાંચો : ખેલ સમાપ્ત હો ગયા! બચ્ચનના એક ટ્વિટથી ફેન્સ ફોલોઅર્સમાં હડકંપ

રાઘવ જુયાલે એક ગ્રાન્ડ પણ પ્રાઈવેટ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન તેમજ તેમના સાથી એક્ટર બોબી દેઓલ સહિત પોતાના નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aryan Khan smiles public

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ