બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ડ્રાઈવિંગ લાયસન્સ-RC ને આધાર સાથે લિંક કરવું આવશ્યક, જાણો ઓનલાઈન પ્રોસેસ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:17 AM, 22 July 2026
1/5
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તેમજ રાજ્ય સરકારોએ પરિવહન સેવાઓને વધુ પારદર્શક, સુરક્ષિત અને કેશલેસ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે પરિવહન પોર્ટલ પર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને વાહનની RC સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
2/5
આ નિર્ણય નકલી અને ડુપ્લિકેટ લાઇસન્સને રોકવા અને વાહન માલિકોને RTO ઑફિસે ગયા વગર સરળ eKYC સેવા આપવા માટે લીવામાં આવ્યો છે. જેમાં 15 જુલાઈથી અમલમાં આવેલા નવા નિયમો મુજબ વાહન માલિકી હક્ક બદલવા (Ownership Transfer) અને બીજા રાજ્યમાં વાહન ટ્રાન્સફર જેવા કામોમાં આધાર વેરિફિકેશન વગર અરજી આગળ વધશે નહીં.
3/5
પરિવહન સેવાના પોર્ટલ પર જાઓ અને Sarathi Portal પસંદ કરો. અહીંયા ડ્રોપડાઉનમાંથી તમારું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ પસંદ કરો. હોમપેજ પર Services on Driving Licence ટેબ પર ક્લિક કરો. DL નંબર અને જન્મ તારીખ દાખલ કરીને Get DL Details પર ક્લિક કરો. પછી Aadhaar Authentication ઓપ્શન પસંદ કરો. બાદમાં 12 અંકનો આધાર નંબર દાખલ કરીને Generate OTP કરો. છેલ્લે આધારમાં રજિસ્ટર્ડ મોબાઇલ પર આવેલ OTP દાખલ કરીને સબમિટ કરો.
4/5
જેમાં તમે Vahan Citizen Services Portal પર જાઓ. તમારું રાજ્ય અને સ્થાનિક RTO પસંદ કરો. Services કે Update Mobile Number/Aadhaar ટેબ પર જાઓ. પછી વાહન નંબર, ચેસિસ નંબર અને એન્જિન નંબર દાખલ કરો. બાદમાં Aadhaar Authentication પસંદ કરો. અને છેલ્લે આધાર નંબર દાખલ કરીને OTP વેરિફાઇ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ