બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ''તો જવાબમાં કહ્યું 'મારી મરજી', જુઓ રાહુલ ગાંધી-જીતેન્દ્ર સિંહ વચ્ચેની વાતચીતની ઈનસાઇડ સ્ટોરી
Last Updated: 09:11 PM, 21 July 2026
કોંગ્રેસ પક્ષ દ્વારા મંગળવારે વડાપ્રધાન આવાસ નજીક અકબર રોડ પાસે વિદ્યાર્થીઓના મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં જંગી કાર્યકરો એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થિતિને સંભાળવા અને ધરણાં પૂરું કરાવવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન રૂબરૂ વાતચીત કરવા પહોંચ્યા હતા. થોડી મિનિટોની વાતચીત બાદ મંત્રી પરત ફર્યા હતા, જેના પછી હવે જિતેન્દ્ર સિંહે પોતે આ મુલાકાત દરમિયાન શું બન્યું હતું તેની વિગતવાર 'ઈનસાઈડ સ્ટોરી' જાહેર કરી છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Union Minister Jitendra Singh reaches Lok Kalyan Marg and speaks with Lok Sabha LoP Rahul Gandhi over Congress's ongoing protest here. pic.twitter.com/Qw91kxoURi
— ANI (@ANI) July 21, 2026
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "અકબર રોડ પાસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અચાનક ધરણા પર બેસી ગયા હોવાની જાણ થતાં, સરકાર તરફથી આ નેતાઓની ગરિમાને ધ્યાનમાં રાખીને મને અને ગૃહ સચિવ ગોવિંદ મોહનને તેમની સાથે ચર્ચા કરવા મોકલવામાં આવ્યા હતા. અમે રાહુલ ગાંધીને વિનંતી કરી કે આ સ્થળ ધરણાં માટે યોગ્ય નથી અને તેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા થઈ રહી છે, તેથી તેઓ પ્રદર્શન પૂરું કરે. તેમના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ શરૂઆતમાં એક જ માગ રજૂ કરી હતી કે જો સરકાર સંસદમાં નીટ (NEET) પરીક્ષા અને તેને સંબંધિત આંદોલનના તમામ વિષયો પર ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર થઈ જાય, તો તેઓ પોતાનું આંદોલન તુરંત સમેટી લેશે.
#WATCH | Delhi: Union Minister Jitendra Singh engages in a conversation with Lok Sabha LoP Rahul Gandhi over Congress's ongoing protest at Lok Kalyan Marg. pic.twitter.com/D929hAzh8Q
— ANI (@ANI) July 21, 2026
ADVERTISEMENT
જિતેન્દ્ર સિંહે ઉમેર્યું કે, સરકારના ટોચના નેતૃત્વની મંજૂરી મેળવ્યા બાદ અમે તુરંત રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું કે તેમની માગણી સરકારે સ્વીકારી લીધી છે અને સરકાર સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે. પરંતુ, જેવી જ આ માહિતી તેમને આપવામાં આવી, રાહુલ ગાંધી પોતાની વાતથી ફરી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આટલાથી નહીં માને અને તેમને હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ખાતરી પણ જોઈએ છે. તેમણે કહ્યું કે હવે તેમની બે માગણીઓ છે — સંસદમાં ચર્ચા અને શિક્ષણ મંત્રીનું રાજીનામું. જ્યારે મંત્રીએ તેમને યાદ અપાવ્યું કે અગાઉ તેમણે માત્ર ચર્ચાની જ માગ કરી હતી, ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે હવે તેમની માગણીઓ બદલાઈ ગઈ છે.
ADVERTISEMENT
પીએમ આવાસ નજીક કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ-પ્રિયંકા ગાંધી બેઠાં ધરણા પર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
Video Source: ANI#RahulGandhi #PriyankaGandhi #Congress #Delhi #VTVDigital pic.twitter.com/nA9vVJRVfe
ADVERTISEMENT
જ્યારે કેન્દ્રીય મંત્રી અને ગૃહ સચિવે નમ્રતાપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમના જેવા વરિષ્ઠ નેતાને આટલી ઝડપથી પોતાની વાતમાંથી ફરી જવું શોભા આપતું નથી, ત્યારે રાહુલ ગાંધીએ તીખા લહેકામાં જવાબ આપ્યો હતો કે આ મારી મરજી છે. જ્યારે ગૃહ સચિવે કહ્યું કે આ સ્થળ પ્રદર્શન માટે યોગ્ય નથી, ત્યારે પણ તેમણે એ જ જવાબ આપ્યો કે આ તેમની મરજી છે કે તેઓ ક્યાં બેસે.
આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ ઘટનાક્રમને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, લોકસભાના નેતા વિપક્ષ જેવા જવાબદાર પદ પર બેઠેલા નેતા પોતાની જ વાતમાંથી ફરી જાય તે લોકશાહીની તમામ મર્યાદાઓથી વિપરીત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર NEET મુદ્દે સંસદમાં ચર્ચા માટે તૈયાર છે, પરંતુ કોંગ્રેસ પક્ષે આજ સુધી આ ગંભીર વિષય પર નિયમ મુજબ કોઈ સત્તાવાર ચર્ચાની નોટિસ આપી નથી. રાહુલ ગાંધીનું આ વર્તન લોકશાહીના સિદ્ધાંતો સાથે બંધબેસતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.